પાવાગઢના જંગલમાં ચીચણીના પ્રેમીઓની ફાંસો ખાઇ આત્મહત્યા

મહીસાગરજીલ્લાના સંતરામપુર તાલુકાના ચીચણી ગામના પ્રેમી પંખીડાએ પાવાગઢના જંગલમાં ઝાડની ડાળે લટકીને આત્મ હત્યા કરતા ચકચાર મચી ગઇ છે. નવા વર્ષના પ્રારંભે બનેલા બનાવ બાદ મૃતક યુવકના ખિસ્સામાંથી મળી આવેલા ચુંટણી કાર્ડના આધારે બંનેને પરિવારજનોને જાણ કરી હતી. બંને મૃતદેહોનું પેનલ તબીબ દ્વારા પીએમ કરાવ્યુ હતુ. અને મૃતદેહો બંનેના પરિવારજનોને સોંપ્યા હતા. બંનેના પરિવારજનો બંનેના મૃતદેહોને અલગ અલગ વાહનમાં લઇ રવાના થયા હતા.

 

સંતરામપુર તા.ના ચીચાણી ગામની અમીતાબેન શંકરભાઇ કટારા (ઉવ.20) અને ગામના પરિણીત યુવાન વિજયભાઇ ગલાભાઇ ડામોર(ઉવ.23) વચ્ચે પાંગરેલા પ્રેમ અને આત્મ હત્યામાં પરીણ્યો હતો. બંનેને લાગ્યુ કે ભવે આપણે એક થઇ શકીએ એમ નથી. અને એક થઇને તો સમાજ સ્વીકારશે નહી તો સાથે ભવે ના જીવી શકીએ. પરંતુ સાથે મોતને વહાલુ કરી શકીએ છીએ. એવુ મનમાં નકકી કરી તા.23 ઓકટોબરના રોજ ઘરેથી નીકળી પાવાગઢ આવ્યા હતા. અને દિવાળી આસો વદ અમાસ વર્ષનો અંતિમ દિવસ બંનેની જીંદગીનો પણ અંતિમ દિવસ બની ગયો હતો.

મનને મજબુત કરી કઠોળ કાળજે આત્મ હત્યાનો વિચાર કરી અમલ કર્યો ત્યારે ભાવી જીંદગીના સેવેલા સપના આવતા ભવમાં ભગવાન પુરા કરશે એવીઆશા સાથે બંને પ્રેમીની જીવાદોરી ટુંકાવી લીધી હતી. બંને પ્રેમીઓ રાહ જોવા તૈયાર હોય તેમ દિવાળીની રાત્રે આત્મહત્યા કરી લીધી હતી. નવાવર્ષની સવારે ફોરેસ્ટર બીટગાર્ડ ચંદુભાઇ ચંદ્રભાઇ રાઠવાએ બંને મૃતદેહોને વૃક્ષ પર લટકતા જોતા પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે આવી મૃતદેહોને નીચે ઉતારી મૃતક યુવકના ખિસ્સામાંથી મળી આવેલા ચુંટણી કાર્ડના આધારે બંનેને પરિવારજનોને જાણ કરી હતી. પોલીસે બંને મૃતદેહોને પીએમ માટે હાલોલ રેફરલમાં મોકલી આપ્યા હતા. બંને મૃતદેહોનું પેનલ તબીબ દ્વારા પીએમ કરાવ્યુ હતુ.

‘એક દુજે કે લિયે’, એક પ્રેમી પંખીડાએ ઝાડે લટકી આપઘાત કર્યો, તો બીજા કપલે ટ્રેન નીચે પડતું મુક્યું

જિલ્લામાં આજે એક સાથે બે અલગ અલગ જગ્યાએ પ્રેમી પંખીડાઓએ આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે, જેમાં થરાદના ચાંગડા ગામની સીમમાં ઝાડ પર ગળે ફાંસો ખાઈ પ્રેમી પંખીડાએ આત્મહત્યા કરી હતી, જ્યારે ધાનેરાના રામસણ પાસે ટ્રેન નીચે પડતું મૂકી પ્રેમીપંખાડીએ આત્મહત્યા કરતા યુવકનુ સ્થળ પર જ મોત નીપજ્યું હતું, જ્યારે યુવતીને ગંભીર ઇજા થતાં તેને સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડાઇ છે.

બનાસકાંઠા જિલ્લામાં આત્મહત્યાના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે, જેમાં ખાસ કરીને જેની પંખીડાની આત્મહત્યા ખૂબ જ વધી ગઈ છે. આજે પણ એક સાથે બે અલગ અલગ જગ્યાએ પ્રેમી પંખીડાઓએ આત્મહત્યા કરી છે. જેમાં થરાદના ચાંગડા ગામની સીમમાં ઝાડ પર ગળેફાંસો ખાઈ પ્રેમી પંખીડા આત્મહત્યા કરી હતી. આ બનાવને પગલે આજુબાજુના લોકો સહિત થરાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને બંને યુવક -યુવતીની લાશને ઝાડ પરથી નીચે ઉતારી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

તો બીજી બાજુ ધાનેરાના રામસણ ગામ પાસે પણ પ્રેમી પંખીડાએ ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી. જોકે આ ઘટનામાં યુવક ટ્રેન નીચે કચડાઇ જતા તેનું ઘટનાસ્થળે કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે યુવતીને ગંભીર ઈજા થતા તેને સારવાર અર્થે ધાનેરાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાઇ છે.

ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી આત્મહત્યાની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે અને છેલ્લા એક મહિનામાં જ પ્રેમી પંખીડાઓએ આત્મહત્યા કરી હોવાની આ ચોથી ઘટના બની છે. દિનપ્રતિદિન વધી રહેલી આત્મહત્યાની ઘટનાથી લોકોમાં પણ ચિંતાની સાથે અરેરાટી ફેલાઇ રહી છે.

 

ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠામાં આવેલી નર્મદાની મુખ્ય કેનાલ પણ જાણે સુસાઈટ પોઈન્ટ સમાન બની ગઈ છે. ગત રવિવારે પણ એક પ્રેમી યુગલે કેનાલમાં ઝંપલાવી આત્મહત્યા કરી હોવાની ઘટના બની છે. થરાદ તાલુકાના ખાનપુર ગામના રહેવાસી અને એક પુત્રના પિતા (27) કિરણ વ્યાસ નામના યુવકને ડેડાવ ગામની 21 વર્ષીય પરણીત યુવતી સાથે પ્રેમ થઈ ગયો હતો. બંને એકબીજા સાથે જીવવા મરવાના કોલ કરતાં અને સમાજ તેમના આ પ્રેમને નહીં સ્વીકારે તેવા ડરથી આજે સવારે બંનેએ થરાદ પાસે નર્મદાની મુખ્ય કેનાલમાં ઝંપલાવી આત્મહત્યા કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *