CBSE-ICSEમાં ગુજરાતી ફરજિયાત કરવા પિટિશન | Petition to make Gujarati compulsory in CBSE-ICSE

[ad_1]

સુરતએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • હાઇકોર્ટની સરકારને નોટિસ, વધુ સુનાવણી 18મીએ

રાજ્યમાં આવેલી સીબીએસઈ, આઇસીએસઈ સહિતની તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓને ફરજિયાત ગુજરાતી શિક્ષણ આપવાની માંગણી સાથે હાઇકોર્ટમાં પિટિશન કરાઈ છે.વકીલ અર્ચિત જાનીએ કરેલી જાહેર હીતની અરજીમાં રાજ્ય સરકારે 13 એપ્રિલ 2018ના રોજ બહાર પાડેલા નોટિફિકેશનનો સંપૂર્ણ અમલ કરવાની માંગણી કરાઈ છે. જેમાં સરકારે ઠરાવેલ છે કે, રાજ્યની દરેક પ્રાથમિક શાળામાં ગુજરાતી વિષય ફરજિયાત પણે ભણાવવાનો રહેશે.

આ પરિપત્ર કોઠારી કમિશનના સૂચનોને અનુલક્ષીને કરાયો હતો. જેમાં શિક્ષણમાં ત્રિભાષા ફોર્મુલાના અમલ પર ભાર મૂકાયો હતો. અને વિદ્યાર્થીઓ સ્થાનિક ભાષા અથવા માતૃભાષા શીખે એવો આગ્રહ હતો. કેન્દ્ર સરકારની નવી શિક્ષણ નીતિમાં પણ ત્રિભાષા ફોર્મુલાને સમર્થન અપાયું છે. છતાં રાજ્યની સીબીએસઈ, આઈસીએસઈ, આઈબી તેમજ અન્ય બોર્ડની શાળાઓમાં ગુજરાતી માધ્યમમાં શીખવાતું નથી. જેથી વિદ્યાર્થીઓ ગુજરાતી બરાબર લખી શકતા નથી. હાઇકોર્ટે રાજ્ય સરકારને નોટિસ પાઠવી વધુ સુનાવણી 18મીએ રાખી છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *