[ad_1]
ગાંધીનગર8 મિનિટ પહેલા
- કૉપી લિંક
ફાઈલ તસવીર
- 6 ઓક્ટોબરથી સત્યાગ્રહ છાવણીએ અનસન પર બેસશે
ભારતમાલા પ્રોજેક્ટના વિરોધમાં જિલ્લાના 42 ગામોના ખેડૂતોએ ધરણાં કરીને આવેદનપત્ર આપ્યું હતું. જેનો આજદિન સુધી કોઇ જ જવાબ આપ્યો નથી. આથી ખેડુતોની ધીરજ ખૂટી પડતા આગામી તારીખ 6ઠ્ઠી, ઓક્ટોબરના રોજ સત્યાગ્રહ છાવણી, સેક્ટર-6 ખાતે અનસન ઉપર બેસવાની ચીમકી ઉચ્ચારી છે.
નેશનલ હાઇવે ઓથોરીટી દ્વારા થરાદથી અમદાવાદ સુધી એક્સપ્રેસ સિક્સ લેન હાઇવે બનાવવામાં આવનાર છે. ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત બનનાર સિક્સલેન હાઇવેને લઇને ખેડુતોમાં રોષ ઉઠવા પામ્યો છે. જોકે હાઇવે બનાવવામાં જિલ્લાના 42 ગામોના 2000 જેટલા ખેડુતોની કિંમતી જમીન જતી રહે છે. જોકે આ જમીનમાં હાલમાં ખેડુતો વર્ષના ત્રણ પાક લઇ રહ્યા છે. ત્યારે કિંમતની જમીન હાઇવે બનાવવામાં જતી રહેવાથી ખેડુતોની રોજીરોટી છિનવાઇ જશે.
આથી જિલ્લાના તમામ ખેડુતોમાં રોષ ઉઠવા પામ્યો છે. પોતાની કિંમતી જમીનને હાઇવે બનાવવા માટે નહી આપવાના નિર્ધાર સાથે ગત તારીખ 20મી, સપ્ટેમ્બરના રોજ જિલ્લાના 42 ગામોના ખેડુતોએ સત્યાગ્રહ છાવણી ખાતે ધરણાં કાર્યક્રમ કર્યો હતો. ત્યારબાદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. જોકે આવેદનપત્ર આપ્યાને હાલમાં પંદરેક દિવસ જેટલો સમય થયો છે. તેમ છતાં કોઇ જ જવાબ આપવામાં આવ્યો નથી. આથી ખેડુતોમાં રોષ ઉઠવા પામ્યો છે.
વધુમાં ભારતમાલા પ્રોજેક્ટના વિરોધમાં અસરગ્રસ્ત ખેડુતોની કમિટીએ રાજ્ય સરકારના પાંચ મંત્રીઓની સમિતિને મળવા માટે ચારેક વખત સમય માંગ્યો છે. તેમ છતાં ખેડુતોને સાંભળવા માટે મંત્રીઓની સમિતિ દ્વારા સમય જ આપવામાં આવતો નહી હોવાનો આક્ષેપ ભારતમાલા પ્રોજેક્ટના અસરગ્રસ્ત ખેડુતોએ કર્યો છે. ત્યારે ખેડુતોની હાલત દયનીય બની રહી છે. ખેડુતોનો અવાજ દબાવી દેવાની રાજ્ય સરકારની નીતિના વિરોધમાં જિલ્લાના 42 ગામોના ખેડુતો તારીખ 6ઠ્ઠી, ગુરૂવારના રોજ સત્યાગ્રહ છાવણી ખાતે અનસન ઉપર બેસશે તેમ અસરગ્રસ્ત ખેડુતોએ જણાવ્યું છે.