અમદાવાદમાં દારૂ પીવા માટે પૈસા નહીં આપતાં દીકરાએ માતા-પિતાને માર માર્યો | In Ahmedabad, the son beat up his parents for not giving them money to drink alcohol

[ad_1]

અમદાવાદએક કલાક પહેલા

  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar

ફાઈલ તસવીર

  • પુત્રએ આંતરડાં કાઢી નાખવાની, ઘર સળગાવી દેવાની ધમકી આપી
  • વૃદ્ધ માતા-પિતાએ​​​​​​​ શાહીબાગ પોલીસમાં પુત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી

શાહીબાગમાં વૃદ્ધ માતા-પિતા ઘરે હાજર હતા ત્યારે દીકરો ઘરે આવ્યો હતો અને દારૂ પીવા પૈસા માગવા લાગ્યો હતો. માતા-પિતાએ પૈસા આપવાની ના પાડતા ઉશ્કેરાયેલા દીકરાએ ઘરમાં તોડફોડ કરી વૃદ્ધ માતા-પિતાને માર મારીને ઘર સળગાવી નાખવાની ધમકી આપી હતી. આ મામલે શાહીબાગ પોલીસે દીકરાના વિરુદ્ધમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

શાહીબાગમાં 78 વર્ષીય રવિશંકર શ્રીમાળી પત્ની ચંપાબેન અને દીકરો વિશાલ ઉર્ફે પિન્ટુ સાથે રહે છે. પિન્ટુને દારૂ પીવાની ટેવ હોવાથી અવાર નવાર પિન્ટુ દારૂ પીવા પૈસાની માગણી કરતો હતો. સોમવારે બપોરે રવિશંકર ઘરે હતા ત્યારે પિન્ટુ આવ્યો હતો અને દારૂ પીવા માટે પૈસાની માગણી કરવા લાગ્યો હતો. જેથી પિતાએ પૈસા આપવાની ના પાડી હતી.

જેથી પિન્ટુ ઉશ્કેરાઈ ગયો હતો અને ઘરમાં તોડફોડ કરવા લાગ્યો હતો, જેથી પિતાએ તેને ઠપકો આપ્યો તો પિન્ટુએ તેમને માર માર્યો હતો એટલુ જ નહીં ભગવાનના મંદિરમાં તોડફોડ કરીને નુકસાન કર્યુ હતું. આ બાબતની જાણ ચંપાબેનને થતાં તેઓએ તેને સમજાવવાનો પ્રયાસ કર્યો તો પિન્ટુએ તેમને પણ માર માર્યો હતો અને આંતરડાં કાઢી નાખવાની તેમજ ઘર સળગાવી દેવાની ધમકી આપીને પિન્ટુ ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ઈજાગ્રસ્ત માતા-પિતાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બાદમાં પિતાએ આ મામલે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં પુત્ર સામે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *