[ad_1]
ગાંધીનગર26 મિનિટ પહેલા
- કૉપી લિંક
ફાઈલ તસવીર
કોબા પ્રેક્ષાભારતી ખાતે ગરીબ કલ્યાણ મેળામા કલોલ નગરપાલિકા પ્રમુખ હાજરી આપવા આવ્યા હતા. તે સમયે કાર ચાલક પ્રમુખને ઉતારી કલોલ જઇ રહ્યો હતો. ત્યારે કોબા પાસે એક પીક અપ ડાલાના ચાલકે પ્રમુખની સરકારી કારને ટક્કર મારી હતી. જેમા પાછળના ભાગે નુકશાન થયુ હતુ. આ બનાવને લઇને ચાલકે ડમ્પર ચાલક સામે ગુનો નોંધાવ્યો હતો.
ગત શુક્રવારે કોબા સ્થિત પ્રેક્ષા વિશ્વભારતી ખાતે સરકાર દ્વારા ગરીબ કલ્યાણ મેળાનુ આયોજન કરાયુ હતુ. જેમા જિલ્લાના સ્થાનિક નેતાઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમમા કલોલ નગરપાલિકાના પ્રમુખ ઉર્વશીબેન પટેલ પણ હાજરી આપવા આવ્યા હતા. સરકારી ઇનોવા કાર નંબર જીજે 18 જી 5400નો ચાલક પ્રમુખને કાર્યક્રમ સ્થળે ઉતારી પરત કલોલ જઇ રહ્યો હતો. તે દરમિયાન કોબા સર્કલ પાસે એક પીક અપ ડાલુ નંબર જીજે 18 એવી 5895ના ચાલકે ઇનોવા કારને પાછળના ભાગે ટક્કર મારી હતી. જેથી ચાલકે સમય સુચકતા વાપરી કારને સાઇડમા લઇ લીધી હતી. જ્યારે ડમ્પર ચાલક થોડેક દુર ઉભો રહી, જતો રહ્યો હતો.