[ad_1]
અમદાવાદ4 મિનિટ પહેલા
- કૉપી લિંક
નવલી નવરાત્રીમાં ખેલૈયાઓ ગરબા રમવા માટે વિવિધ પાર્ટી પ્લોટો અને ક્લબમાં જતા હોય છે પરંતુ સોસાયટી ફ્લેટ અને શેરીના ગરબાની અલગ જ મજા હોય છે. સોસાયટી અને ફ્લેટમાં યોજાતા ગરબામાં પરિવારના સભ્યો ભેગા મળી અને ગરબા રમતા હોય છે અને માત્ર ગરબા જ નહીં પરંતુ ત્યાં વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન થતું હોય છે અમદાવાદમાં અનેક સોસાયટીઓ અને ફ્લેટમાં શેરી ગરબાનું આયોજન કરવામાં આવે છે. નવા વાડજ વિસ્તારમાં આવેલી ભાવસાર સોસાયટીમાં વેશભૂષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નાના બાળકોથી લઇ અને મોટી ઉંમરના લોકોએ ભાગ લીધો હતો. જેમાં કિન્નર, રાક્ષસ, રક્તપિત, ભજન મંડળી, આર્મીમેન, ભારત માતા વગેરે જેવા અલગ અલગ પાત્રોની ભૂમિકા ભજવી હતી.
શહેરના સીટીએમ વિસ્તારમાં આવેલી મીનાક્ષી પાર્ક સોસાયટીમાં પણ શેરી ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દરેક યુવતીઓ અને મહિલાઓ પરંપરાગત રાજપુતાણી પોશાકમાં ગરબા રમી હતી. કુંજશ્રી પ્રજાપતિએ જણાવ્યું હતું કે અમારી સોસાયટીમાં દર વર્ષે શેરી ગરબાનું આયોજન થાય છે. કોઈપણ ગરબા રમવા માટે બહાર પાર્ટી પ્લોટમાં જવાની જરૂર પડતી નથી એટલા સરસ ગરબા અમારી સોસાયટીમાં થાય છે. સોસાયટીની મહિલાઓ નવરાત્રીમાં એક દિવસ એક સરખા જ પોશાકમાં ગરબે ઘૂમતી હોય છે ગત વર્ષે મરાઠી સાડી પહેરી અને ગરબા રમ્યા હતા. આ વર્ષે રાજપુતાણી પોશાક પહેરી અને ગરબે ઘુમ્યા હતા. નવરાત્રીમાં વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન થાય છે જેવું કે વેશભૂષા 108 મહા આરતી તેમજ નવચંડી યજ્ઞ વગેરે થતો હોય છે.
આ ઉપરાંત શહેરના સેટેલાઈટ વિસ્તારમાં બીનોરી ક્રિસ્ટલ ફ્લેટમાં પણ શેરી ગરબા યોજાયા હતા જેમાં યુવતીઓ અને મહિલાઓ પરંપરાગત ટ્રેડિશનલ ડ્રેસ પહેરી અને ગરબે ઘૂમી હતી પાર્ટી પ્લોટ અને ક્લબોમાં યોજાતા ગરબા ને પણ ટક્કર મારે તેવા ગરબા રમી હતી. મહિલાઓ માથે માતાજીનો ગરબો મૂકીને ગરબા કર્યા હતા. નરોડા વિસ્તારના વ્હાઇટ એલીગન્સ ફ્લેટમાં પણ વેશભૂષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નાના બાળકોથી લઇ અને મોટી ઉંમરના લોકોએ ભાગ લીધો હતો.