સાણંદના ઓર્ચિડ બંગલોમાં તસ્કરો રૂ. 2,1 7,821ની મત્તા ચોરી ગયા | In Sanand’s Orchid Bungalow, traffickers fetch Rs. An amount of 2,17,821 was stolen

[ad_1]

સાણંદએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • દંપતી પ્રસંગની ખરીદી કરવા અમદાવાદ ગયું હતું

સાણંદ વિરમગામ બાયપાસ નજીક આવેલ ઓર્ચિડ બંગલોમાં દંપતી ખરીદી કરવા ગયું અને તસ્કરો ત્રાટક્યા હતા અને રોકડ રકમ તથા દાગીના મળી રૂ 217821ની મત્તા ચોરી ગયા હતા. સાણંદ વિરમગામ હાઇવે પર બાયપાસ નાજી આવેલ ઓર્ચિડ હોમ્સ બંગ્લોમાં સુદેવભાઈ અનુભાઈ કડિયા રહે છે .

ગત તા ૩ સપ્ટેમ્બરના રોજ તેઓ અને તેમના પત્ની પ્રસંગની ખરીદી માટે બપોરે ત્રણ વાગે અમદાવાદ ગયા હતા . બાદમાં સાંજે 7 વાગે આજ સોસાયટીમાં રહેતા તેમના બહેન મહેશ્વરીબેનનો ફોન આવતા તેમને જણાવેલ કે આરતીની પ્રસાદી ઘરમાં છે જેથી મહેશ્વરીબેન ઘરે જતા મકાનનું તાળું તૂટેલું હતું તેમણે દરવાજો ખોલીને જોતા અંદરની બધી વસ્તુ વેરવિખેર હતી અને તિજોરી પણ ખુલ્લી હતી જેથી તેઓએ સુદેવભાઈને જાણ કરતા તેઓ તાબડતોબ અમદાવાદથી પરત આવ્યા હતા અને પોલીસને પણ જાણ કરી હતી. સુદેવભાઈએ ઘરે આવીને જોતા તિજોરીમાં મુકેલ સોનાની બંગડી , વીંટી તેમજ અન્ય દાગીના અને 10000 રોકડા ગાયબ હતા આમ કુલ રૂ 21 7821ની રકમની મત્તા ગાયબ હતી.

સુદેવભાઈની ફરિયાદને આધારે સાણંદ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે સામાન્ય રીતે તસ્કરો રાત્રે બંધ ઘરને ટાર્ગેટ બનાવતા હોય છે પણ હવે દિવસે પણ ઘરફોડ ચોરીઓ શરુ થઇ છે તાજેતરમાં ગોધાવી ગામે પણ ધોળા દિવસે તસ્કરોએ બંધ ઘણે ટાર્ગેટ બનાવ્યું હતું . ત્યારે રહીશો પૂરતી તકેદારી રાખે તે જરુરી બન્યું છે .

અન્ય સમાચારો પણ છે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *