સગીરવયની બાળાના અપહરણ/પોકસોના ગુન્હાના આરોપી તથા ભોગબનનારને ગણતરીની કલાકોમા પકડી પાડતી ધારી પોલીસ ટીમ.

અમરેલી જીલ્લામાં બનતા શરીર સંબંધી તથા અપહરણ/પોકસો ના ગુન્હા આચરી અને અન્ય જીલ્લામાં નાસી જનાર આરોપીઓને સત્વરે પકડી પાડવા અન્વયે જે.પી.ગઢવી ઇ.ચા. પોલીસ ઇન્સ્પેકટર ધારી પોલીસ સ્ટેશન તથા ધારી પોલીસ ટીમ દ્વારા,

ધારી પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર થયેલ એ.પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૧૮૨૩૦૨૮૧/૨૦૨૩ આઇ.પી.સી.કલમ ૩૬૩,૩૬૬, તથા પોકસો એકટ કલમ ૧૮ મુજબના કામના આરોપી

સદરહું ગુન્હાના કામના ફરીયાદીની સગીરવયની દિકરીને લલચાવી ફોસલાવી અને બદકામ કરવાના ઇરાદે પોતાની સાથે ભગાડી લઇ ગયેલ હોય,

જેની તપાસ કરી આરોપીને ગણતરીની કલાકોમા પકડી પાડી અને ઉપરોકત ગુન્હાના કામે ધોરણસર અટક કરી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

 

ગુન્હામાં પકડાયેલ આરોપીની વિગત

(૧) મજબુતસિંહ ઉર્ફે પકોડી રઘુવિરસિંહ રાઠોડ ઉ.વ.૨૪ ધંધો.ડ્રાઇવીંગ રહે.ખાંભા, ભગવતિપરા તા.ખાંભા જી.અમરેલી,

 

કામગીરી કરનાર અધિકારી કર્મચારી

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહ તેમજ નાયબ પોલીસ અધિક્ષક એચ.બી.વોરા નાઓના સીધા માર્ગદર્શન હેઠળ .જે.પી.ગઢવી ઇ.ચા.પોલીસ ઇન્સ્પેકટર ધારી પોલીસ સ્ટેશન નાઓ તથા ધારી પોલીસ ટીમે કરેલ છે.

 

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *