[ad_1]

ગાંધીનગર44 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • અઘોષિત પ્રચાર, લોકસંપર્કમાં નેતાઓ વ્યસ્ત
  • સંભવિત ઉમેદવારોએ લોકો સાથેના સંપર્કો વધાર્યા

વડા પ્રધાન અને કેન્દ્રીય ગૃહમંત્રીની ઉપરાઉપરી ગુજરાત મુલાકાતો વચ્ચે વિધાનસભા ચૂંટણીની ગમે ત્યારે જાહેરાત થાય, તેવું ચર્ચાઈ રહ્યું છે. સાથેસાથે રાજકીય પક્ષોએ પણ જે રીતે અઘોષિત પ્રચાર શરૂ કર્યો છે, તે જોતાં આ ચર્ચાને હવા મળી રહી હોય, તેવું ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે. શાસક ભાજપ, વિપક્ષ કૉંગ્રેસ અને ત્રીજા મોરચા તરીકે ઊભરી રહેલા આપના નેતાઓ, આગેવાનો, કાર્યકરોએ પોતપોતાની રીતે લોકસંપર્કો શરૂ કરી દીધા છે. કેટલાકે તો પોતાને ટિકિટ મળશે, એવા આશાવાદ સાથે જ પ્રચાર, સંપર્કો વધાર્યા છે.

દરેક ખાતમુહૂર્તમાં સ્થાનિક કોર્પોરેટર્સ-નેતાને સ્થાન!
પદાધિકારીઓ દ્વારા થયેલા ખાતમુહૂર્તમાં જે-તે વિસ્તારના કોર્પોરેટર્સને પણ ખાસ સ્થાન અપાયું હતું, જેમાં સ્થાનિક કોર્પોરેટર્સ અને નેતાઓને સાથે રાખીને પૂજા સહિતની વિધિ કરાઈ હતી. આ રીતે ભાજપના કોર્પોરેટર્સમાં આંતરિક ડખો હોવાની વાતનો છેદ ઉડાડવાની સાથે વિધાનસભા ચૂંટણી સમયે પોતાના વિસ્તારમાં સ્થાનિક કોર્પોરેટર્સ કે નેતા જ ભાજપના ચહેરા તરીકે કામગીરી કરતા હોવાથી બંને મેસેજ આપવા તેઓને સ્થાન અપાયું હોવાનું કહેવાય છે.

3 દિવસમાં 54.70 કરોડનાં 15 કામનાં ખાતમુહૂર્ત , આજે પણ કાર્યક્રમો​​​​​​​
ગાંધીનગરમાં મહાનગરપાલિકા, જિલ્લા પંચાયતમાં ભાજપની સત્તા છે. આથી ભાજપ રાજ્યની સાથોસાથે જિલ્લા અને મહાનગરમાં સરકારે કરેલાં વિકાસકાર્યોને આગળ કરી મતદારોને આકર્ષી રહ્યો છે. ગુરુવારે પ્રદેશ ભાજપની ગુજરાત ગૌરવ યાત્રા પણ શરૂ કરાઈ હતી. બીજી તરફ મનપાએ 3 દિવસમાં નવા-જૂના વિસ્તારમાં રૂ. 54.70 કરોડનાં 15 જેટલાં કામોનું ખાતમુહૂર્ત કર્યું છે. મૅયર, ડૅપ્યુટી મૅયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચૅરમૅને કરેલા ખાતમુહૂર્તોના કાર્યક્રમમાં આજે પણ રૂ. 15.‌16 કરોડના ખર્ચે થનારાં 4 જેટલાં કામનું ખાતમુહૂર્ત કરાશે.

પરિવર્તન યાત્રાની સાથેસાથે પક્ષના સંભવિત ઉમેદવારોએ લોકસંપર્ક શરૂ કર્યો
કૉંગ્રેસના સંભવિત ઉમેદવારો, દાવેદારો અને કાર્યકરોએ પણ લોકસંપર્ક અને પ્રચાર શરૂ કરી દીધો છે. ગાંધીનગર દક્ષિણ વિધાનસભા વિસ્તારમાં 8-10 દિવસથી કૉંગ્રેસની પરિવર્તન યાત્રા ચાલી રહી છે, જેમાં કૉંગ્રેસના આગેવાનો વિવિધ વિસ્તારોમાં ફરીને મતદારોને સંપર્ક કરી રહ્યા છે.

કોંગ્રેસ

કોંગ્રેસ

ત્રીજા વિકલ્પ તરીકે મતદારોને આકર્ષવાનો આપનો પ્રયાસ
ગુજરાતમાં ત્રીજા મોરચા તરીકે પ્રવેશ કરનારી ‘આપ’એ ઘણા સમયથી પ્રચાર શરૂ કરી દીધો છે. ગાંધીનગરમાં કાર્યકરો ઘરે-ઘરે ફરીને ત્રીજા વિકલ્પ તરીકે મતદારોને આકર્ષવાનું કામ રહ્યા છે.

આપ

આપ

54.70 કરોડના 15 કામોનું ખાતમુહૂર્ત થયું

  • બોરીજમાં જૈન દેરાસર પાસે, વણજારા વાસ ખાતે 2.95 કરોડનો સીસી રોડ.
  • સેકટર-6, સેક્ટર-2ની પ્રા. શાળાને અંદાજે 2 કરોડના ખર્ચે સ્માર્ટ શાળામાં રૂપાંતર કરવાનું કામ.
  • કુડાસણ ખાતે 1.95 કરોડના ખર્ચે તૈયાર થનાર લાઈબ્રેરી તથા 2.02 કરોડના ખર્ચે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર.
  • રાંદેસણમાં 29.5 લાખના ખર્ચે આંગણવાડી કેન્દ્રનું રીનોવેશન.
  • કોબામાં 22.5 લાખના ખર્ચે આંગણવાડી કેન્દ્રનું રીનોવેશન
  • નભોઈમાં 22.5 લાખના ખર્ચે આંગણવાડી કેન્દ્રનું રીનોવેશન
  • અંબાપુરમાં 29.5 લાખના ખર્ચે નવીન આંગણવાડીનું બાંધકામ.
  • પોરમાં 29.5 લાખના ખર્ચે નવીન આંગણવાડીનું બાંધકામ
  • સરગાસણમાં 29.5 લાખના ખર્ચે આંગણવાડી કેન્દ્રના રીનોવેશન
  • કોટેશ્વરમાં 22.5 લાખના ખર્ચે આંગણવાડી કેન્દ્રનું રીનોવેશન તથા 22.32 કરોડ ખર્ચે તૈયાર થનાર વોટર ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક કામ.
  • ભાટમાં 9.88 કરોડ ખર્ચે તૈયાર ડ્રેનેજ તથા વોટર ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કનું કામ અને 22.5 લાખના ખર્ચે નવીન આંગણવાડીનું બાંધકામ.
  • ઝૂંડાલ-અમિયાપુર-સુઘડ ખાતે 11.70 કરોડ ખર્ચે તૈયાર થનાર વોટર ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કનું કામ.

15.16 કરોડના 5 કામનું આજે ખાતમુહૂર્ત થશે​​​​​​​​​​​​​​

  • સુઘડ ખાતે 2.02 કરોડના ખર્ચે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર.
  • સુઘડમાં 22.50 લાખના ખર્ચે આંગણવાડી કેન્દ્રનું રિનોવેશન.
  • અમિયાપુરમાં રૂપિયા 22.50 લાખના ખર્ચે આંગણવાડી કેન્દ્રનું રિનોવેશન.
  • ખોરજમાં રૂપિયા 22.50 લાખના ખર્ચે આંગણવાડી કેન્દ્રનું બાંધકામ અને રિનોવેશન.
  • ટીપી-303 વિસ્તારમાં રૂપિયા 12.47 કરોડના ખર્ચે વોટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશનનું બાંધકામ.

અન્ય સમાચારો પણ છે…

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *