લગ્ન માટે મેકઅપ કરાવવા પહોંચી દુલ્હન, તેનો ચહેરો એટલો બગડ્યો કે લગ્ન થયા રદ, પોલીસ સ્ટેશનમાં નોંધાયો કેસ.

27 ફેબ્રુઆરી 2023 ના રોજ કર્ણાટકમાં એક એવી ઘટના બની, જેણે એક છોકરીની જિંદગી બદલી નાખી. લગ્ન પહેલા, એક દુલ્હન તેના દુલ્હનનો મેકઅપ કરાવવા માટે એક બ્યુટીશિયનને બુક કરાવે છે અને તે મેકઅપ તે દુલ્હનનું આખું જીવન બદલી નાખે છે. તસવીરોમાં જાણો આ ઘટના પાછળની આખી કહાની.

કર્ણાટકના હાસન જિલ્લાના અરાસીકેરેમાં, એક છોકરીએ તેના લગ્નના દુલ્હન મેકઅપ માટે એક બ્યુટિશિયનને બુક કરી. આ દરમિયાન બ્યુટિશિયન ગંગાએ દુલ્હનને લેટેસ્ટ અને ખૂબ જ અસરકારક બોલીને નવા પ્રકારનો મેક-અપ કરાવવા કહ્યુ

દુલ્હને આ બ્યુટીશિયન ની વાત માની લઇ અને “સ્ટીમ મેક-અપ” માટે સંમત થઈ, પરંતુ આ મેકઅપ પહેલાં તેણે કોઈપણ પ્રકારની તેની ટ્રાયલ લીધી ન હતી.

 

બ્યુટિશિયન ગંગાએ જ્યારે દુલ્હનના ચહેરા પર મેક-અપ લગાવવાનું શરૂ કર્યું, શરૂ કરતાની સાથે જ તેના ચહેરા પર ઝણઝણાહટ અને બળતરા થવા લાગી.

આ મેકઅપ પછી દુલ્હનનો ચહેરો ખૂબ જ સોજી ગયો અને કાળો થઈ ગયો.

આ ઘટના બન્યા પછી તરત જ, કન્યાને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી. જ્યાં ડોક્ટરોએ જણાવ્યું કે તે ખતરાથી બહાર છે.

દુલ્હન સાથે આ ઘટના થવાને લીધે, લગ્ન તરત જ રદ કરવા પડયા. અને બંને પરિવારના લોકો એ સાથે સંમત થયા કે જ્યારે દુલ્હન સ્વસ્થ થઈ જશે ત્યારે તેઓ લગ્નની નવી તારીખ નક્કી કરશે. આ સાથે જ દુલ્હનના પરિવારે બ્યુટિશિયન વિરુદ્ધ પોલીસ કેસ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *