રાધનપુરમાં ST બસના ડ્રાઈવરને છાતીમાં દુખાવો ઉપડ્યો, છતાં 1 કિ.મી સુધી સતત બસ ચલાવી મુસાફરોને સુરક્ષિત પહોંચાડ્યા, અંતે મોત
રાધનપુરમાં આજે એક એક બસ ચાલકે અનેક મુસાફરોના જીવ બચાવ્યાં હતા, જોકે, તેનો ખુદ જીવ બચી શક્યો ન હતો. બસ ચાલુ હતી તે દરમિયાન જ ડ્રાઇવરને હાર્ટ અટેક આવ્યો હતો. જોકે, હિંમત સાથે ડ્રાઇવરે બસને બસ સ્ટેન્ડ સુધી પહોંચાડી હતી. જે બાદ ડ્રાઈવરને સારવાર માટે ખસેડાતા તેનું મોત થયું હતું.
ગુજરાતમાં સ્વસ્થ વ્યક્તિઓને હાર્ટ અટેકથી મોત થવાના બનાવો દિન પ્રતિદિન બહાર આવી રહ્યા છે. ત્યારે રાધનપુર બસ સ્ટેશનથી એક કિલોમીટર દૂર અંતરે સોમનાથથી રાધનપુર બસ લઈને આવી રહેલા ડ્રાઈવર ભારમલભાઈ આહીરને અચાનક જ છાતીમાં દુખાવો ઉપડ્યો હતો.
જોકે, તેમ છતાં હિંમત કરી દુખાવા સાથે જ મુસાફરોને સહી સલામત રાધનપુર બસ સ્ટેશન સુધી પહોંચાડ્યા હતા. છાતીમાં દુખાવાને લઈ તાત્કાલિક હાજર સ્ટાફ દ્વારા તેમને સારવાર માટે લઈ જવાયા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું હાર્ટ એટેકથી મોત થતા સમગ્ર રાધનપુર એસટી વિભાગના કર્મચારીઓમાં શોકનો માહોલ પ્રસરી ગયો હતો.
આ ડ્રાઈવરે બસમાં સવાર મુસાફરોનો જીવ બચાવ્યો હતો. જોકે, પોતાનો જીવ ગુમાવ્યો હતો. એસટી બસના ડ્રાઈવરને ચાલુ બસ દરમિયાન જ છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવ્યાં વગર સહી સલામત તમામ મુસાફરોના જીવ બચાવીને બસ સ્ટેશન સુધી બસ લઈ આવ્યાં હતા. જે બાદ તેઓને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતા પરંતું તેમનો જીવ બચી શક્યો ન હતો.
કચ્છ જિલ્લાના ગાંધીધામે મજૂરી અર્થે ગયેલા દાહોદના ઈટાવા ગામના પરિવારની મહિલા વતન પરત ફરી રહી ત્યારે વડોદરા અને હાલોલ વચ્ચે તેમને એસ.ટી. બસમાં પ્રસવ પીડા થઈ હતી. મહિલાએ ચાલુ બસમાં બાળકીને જન્મ આપ્યો હતો. આ ઘટનાના પગલે ડ્રાઈવર દ્વારા એસ.ટી. બસને સીધી હાલોલ રેફરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. ત્યાં મહિલા અને બાળકીને સારવાર આપવામાં આવી હતી. સારવાર બાદ માતા સ્વસ્થ છે અને બાળકી ઓછા વજનને કારણે ફિડિંગ નથી કરી રહી એટલે તેને વધુ સારવારની જરૂર છે તેમ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાંથી જાણવા મળ્યું છે.
દાહોદ જિલ્લાના ઈટાવા ગામેથી પ્લાસ્ટર ચણતરના કામ માટે કચ્છના ગાંધીધામ ગયેલા અંકુલ સંગડા અને તેમની પત્ની દુર્ગાબેન સંગડા હોળી હોવાથી ઘરે પરત ફરવાના હતા. પરંતુ તેઓ હિસાબના કામ અર્થે ત્યાં જ રોકાયા હતા અને તેમના પરિવારના અન્ય લોકો ઘરે પરત જતા રહ્યા હતા. અંકુલ સંગાડાના પિતરાઈ ભાઈઓ હોળીના આગલા દિવસે ગાંધીધામ પહોંચ્યા હતા. તેઓ દુર્ગાબેનની સાથે દાહોદ પરત ફરી રહ્યા હતા.