મોરબીના ગાંધીચોકમાં શોપિંગ સેન્ટરનો બહારનો હિસ્સો જોખમી હાલતમાં; મોડી રાતે પાલિકાની ટીમ દ્વારા દૂર કરાયો | Exterior of shopping center in Gandhichowk, Morbi in dangerous condition; Removed by the municipal team late at night

[ad_1]

મોરબી6 મિનિટ પહેલા

  • કૉપી લિંક

મોરબી નગરપાલિકા દ્વારા વિવિધ સ્થળોએ ડીમોલીશન સહિતની કામગીરી ચાલી રહી છે. ત્યારે ગાંધી ચોકમાં આવેલા જુના શોપિંગ સેન્ટરમાં બહારનો હિસ્સો જોખમી હાલતમાં હોવાથી તેને હટાવવામાં આવ્યો હતો.

મોરબીના ગાંધી ચોકમાં આવેલ રિલાયન્સ શોપિંગ સેન્ટરનું બિલ્ડીંગ ઘણું જુનું પુરાણું હોય અને બિલ્ડીંગનો બહારનો હિસ્સો જોખમી હાલતમાં હતો. વળી ગાંધીચોકથી વન વે રૂટ લાગુ પડતો હોવાથી અહીંથી આખો દિવસ વાહનો પસાર થતા હોય ત્યારે જોખમી હિસ્સો પડે તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેમ હતું. તેથી નગરપાલિકાની ટીમ દ્વારા ગુજરાત મ્યુનિસિપાલિટી એક્ટ 182 મુજબ જોખમી હિસ્સો હટાવવામાં આવ્યો હતો. મોડી રાત્રીએ જોખમી હિસ્સો દુર કરવામાં આવ્યો હતો, જે કામગીરીમાં પાલિકાની ટીમ જોડાઈ હતી.

અન્ય સમાચારો પણ છે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *