પ્રેમ માટે એક મહિલા શિક્ષકે કર્યું લિંગ પરિવર્તન, પછી પોતાની વિદ્યાર્થીની સાથે કર્યા લગ્ન…

  1. રાજસ્થાન : ભરતપુરમાં એક મહિલા શિક્ષિકાને તેની જ શાળાની વિદ્યાર્થિની સાથે પ્રેમ થઈ ગયો. પરંતુ બન્ને સ્ત્રી હોવાને કારણે બંનેના લગ્નમાં અવરોધ આવી રહ્યો હતો. આ પછી મહિલા શિક્ષિકાએ તેનું લિંગ ચેન્જ કરાવ્યું અને મહિલા માંથી પુરુષ બની, ત્યારબાદ પોતાનીજ વિદ્યાર્થીની સાથે લગ્ન કર્યા. પરંતુ હાલમાં તેમને નોકરીના દસ્તાવેજોમાં નામ બદલવા અને લિંગ મેચિંગ કરાવવામાં ઘણી મુશ્કેલીઓ પડી રહી છે.રાજસ્થાનના ભરતપુરમાં એક મહિલા શિક્ષિકાએ પ્રથમ પ્રેમ ખાતર પોતાનું લિંગ બદલાવ્યું. પછી તેની જ શાળાની વિદ્યાર્થીની સાથે લગ્ન કર્યા. બંને ખુશ છે અને લિંગ બદલ્યા બાદ તેમના લગ્નની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે.

 

 

વાસ્તવમાં, ડીગની રહેવાસી મીરા, નાગલાની સરકારી માધ્યમિક શાળામાં શારીરિક શિક્ષણના ટીચર તરીકે તૈનાત છે. ગામની રહેવાસી કલ્પનાએ પણ આ શાળામાં અભ્યાસ કર્યો હતો. કલ્પના કબડ્ડીની સારી ખેલાડી છે. તે ત્રણ વખત નેશનલ ગેમ્સ રમી ચૂકી છે.

શાળામાં મળ્યા ત્યારે શારીરિક શિક્ષણ શિક્ષિકા મીરા અને કલ્પના પ્રેમમાં પડ્યાં. મીરા અને કલ્પના વચ્ચે પ્રેમ એટલો વધી ગયો કે બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો. જો કે, લિંગને લઈને બંને વચ્ચે ઘણાબધા અવરોધો હતા.

આ પછી મીરાએ વર્ષ 2019માં લિંગ બદલવાનો નિર્ણય કર્યો. ઘણી વખત સર્જરી થઈ. લિંગ પરિવર્તનની પ્રક્રિયા પૂરી થયા બાદ તે મીરામાંથી આરવ બની ગઈ. આ પછી, 4 નવેમ્બરે તેણે તેની વિદ્યાર્થીની કલ્પના સાથે લગ્ન કર્યા. આ લગ્નથી બંને પરિવાર ખૂબ જ ખુશ છે. આરવને ચાર મોટી બહેનો છે અને તમામ પરિણીત છે.

 

 

આરવ કુંતલે કહ્યું, “હું મહિલા ક્વોટામાંથી સરકારી શાળામાં શિક્ષક બન્યો હતો. શાળામાં અભ્યાસ કરતી છોકરી કલ્પના સારી ખેલાડી હતી. જ્યારે મેં મારું લિંગ બદલ્યું ત્યારે કલ્પનાએ મને સપોર્ટ કર્યો. બંને પરિવારો વચ્ચે પહેલેથી જ ઘણી આવન જાવન અને ઓળખાણ હતી. અને બંને પરિવારો લગ્ન માટે સંમત થયા હતા. હાલમાં મીરા ને નોકરીના દસ્તાવેજોમાં નામ બદલવા અને સ્ત્રીના લિંગ ફેરફાર સાથે મેળ બેસાડવામાં ઘણી તકલીફ પડે છે.”

 

 

 

પરિવારની સંમતિથી લગ્ન કર્યા

આ સાથે જ દુલ્હન બનેલી કલ્પનાએ કહ્યું કે, “હું ફિઝિકલ ટીચર મીરાના પ્રેમમાં પડી ગઈ હતી. આ પછી ત્રણ વર્ષમાં અનેક સર્જરી કરાવ્યા બાદ મીરાએ પોતાનું લિંગ બદલ્યું. તે છોકરીમાંથી છોકરો બની ગઈ. “મેં મારા ગુરુ સાથે લગ્ન કર્યા. હું ખુશ છું. અને બંને પરિવારોની સંમતિ પછી જ અમે લગ્ન કર્યાં.”

 

 

તે જ સમયે, લિંગ બદલનાર આરવના પિતા બિરી સિંહે કહ્યું, “મને પાંચ છોકરીઓ હતી અને કોઈ દીકરો નહોતો. મીરા મારી સૌથી નાની દીકરી હતી. છોકરી હોવા છતાં તે છોકરાની જેમ રહેતી હતી. તેના તમામ કાર્યો છોકરાઓ જેવા જ હતા અને તે હંમેશા માત્ર છોકરાઓ સાથે જ રમતી હતી. હવે તેણે તેનું લિંગ બદલ્યું છે. હું ખૂબ જ ખુશ છું કે આરવ અને કલ્પનાએ લગ્ન કરી લીધા છે.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *