પઠાણ ફિલ્મ ને લઈને રાજભા ગઢવી એ આપ્યું નિવેદન.

હાલમાં બોલિવુડ ની ફિલ્મ પઠાણ  ને લઈને ખુબજ ચર્ચા ચાલી રહી છે. પઠાણ ફિલ્મ ને લઈને શાહરૂખ ખાન અને દીપિકા નો દેશભરમાં હિન્દુ સંગઠન દ્વારા વિરોધ થઈ રહ્યો છે. પઠાણ ફિલ્મ નું ગીત બેશરમ રંગ ગીત લોન્ચ થઈ ગયું છે  તેમાં દીપિકા પાદુકોણ એ ભગવા કલર ની બિકિની પહેરી છે તેને લઈને સાધુ સંતો અને હિન્દુ સંગઠન દ્વારા વિરોધ થઈ રહ્યો છે.

તેવામાં ગુજરાતી લોક સાહિત્યકાર રાજભા ગઢવી એ પણ શબ્દો ની તલવાર તાણી છે . લોક સાહિત્યકાર રાજભા ગઢવી દ્વારા પણ પઠાણ ફિલ્મ નો વિરોધ થઈ રહ્યો છે. રાજભા ગઢવી એ જણાવ્યું હતું કે બોલીવુડ અભિનેતાઓ હિન્દુ ધર્મ મા કલંક કરી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે અભિનેત્રીએ ભગવા કપડાં પહેરી ને અશ્લીલ ડાંસ કરાઈ રહ્યો છે તે હિન્દુ સમાજ માટે ખરાબ છે. ફિલ્મ પર સેંસર બોર્ડ પગલાં લે પઠાણ ફિલ્મ ને રિલીઝ ના થવા દેવું જોઈએ.
ગુજરાતના સુપ્રસિધ્ધ ડાયરાના કલાકાર રાજભા ગઢવી એ વીડિયો શેર કરીને જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમય થી આપણા સનાતન ધર્મ ને ખરાબ કરવાના જે પ્રયત્નો થઈ રહ્યા છે જે હિન્દુ ધર્મ માટે નીંદનીય છે હાલમાં જે પઠાણ ફિલ્મ આવે છે જેમાં શાહરૂખ નું જે ગીત રિલીઝ થયેલી થયું છે જેમાં દીપિકા એ કંઇક ભગવુ પહેર્યું છે. તો મારે એટલું કહેવું છે કે ગુજરાતમાં આં ફિલ્મ રિલીઝ ના થવું જોઈએ. કારણ કે તેમને બીજો કોઈ કામ ધંધો જ નથી આપણી ભાવના સાથે આપણી પરંપરા સાથે આપણા સનાતન ધર્મ સાથે કંઇક ખરાબ કરવા બોલીવુડ વાળા એ નક્કી કર્યું છે.
રાજભા ગઢવી નો વીડિયો જોવા અહીં ક્લિક કરો
બીજી બાજુ પઠાણ ફિલ્મ ને લઈને હિન્દુ સંગઠન બાદ મુસ્લિમ સંગઠનો પણ મેદાનમાં આવ્યા છે. મુસ્લિમ સંગઠને પણ આં ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માગ કરી છે. મુસ્લિમ સંગઠને પણ ફિલ્મ મા બતાવવા માં આવેલા સીન પર નારાજગી વ્યક્ત કરી છે. ઓલ ઇન્ડિયા ફેસ્ટિવલ કમિટીના ચેરમેન ઓસ્ફ શાહમિરી એ પણ પઠાણ ફિલ્મ ને ઇસ્લામ નું અપમાન ગણાવી ને પ્રતિબંધ મૂક્યો છે.

1 thought on “પઠાણ ફિલ્મ ને લઈને રાજભા ગઢવી એ આપ્યું નિવેદન.”

Leave a Comment