આ દુનિયા ઘણા બધા રહસ્યોથી ભરેલી છે. તેવામાં આ છોડ-ઝાડને દૈવીય અને ચમત્કારિક માનવામાં આવે છે. જ્યારે કોઈ ઝાડ રડે કે ખાવાનું માંગે કે પછી ચાલીને સ્વયં જ ક્યાંક ચાલ્યાં જાય છે તો તેને દૈવીય શક્તિ વાળા વૃક્ષ પણ કહેવામાં આવે છે કારણકે સામાન્ય ઝાડ-છોડ એવું કરી શકતા નથી. આજે અમે તમને એવા જ ચમત્કારી ઝાડ-છોડ વિશે બધી જ વાત કરવા જઈ રહ્યા છીએ.

આ ઝાડ-છોડની ગણતરી દુનિયાની સૌથી પવિત્ર વસ્તુઓમાં કરવામાં આવે છે. દુનિયામાં ઝાડ-છોડની લગભગ ૪ લાખ પ્રજાતિ મળી આવે છે, તેમાંથી અમુક પ્રજાતિ એવી પણ છે, જે આપણા વિચારથી એકદમ અલગ છે. આ ઝાડ મનુષ્યની જેમ રડે છે, ચાલે છે અને ઘણા તો ચમકે પણ છે. તો ચાલો આજે અમે તમને લઈ જઈએ આ ઝાડ-છોડની એવી જ દુનિયામાં જે રંગબેરંગી હોવાની સાથે જ અદભુત પણ છે.

 

પાણી આપવા વાળુ ઝાડ

અંડમાન-નિકોબાર વિશે તો તમે સાંભળ્યું જ હશે. વળી કેલેમસ અંડમાનિક્સ નામનો એક એવો છોડ મળી આવે છે, જેમાં પાણી હોય છે. તે પીવાલાયક હોય છે. આ વિસ્તારમાં રહેતા આદિવાસીઓને જ્યારે તરસ લાગે છે અને તેમની આસપાસ કોઈ પાણીનો સ્ત્રોત હોતો નથી તો તેઓ તેનાથી તરસ છીપાવે છે.

 

આ પણ વાંચો : યુવકને અપંગ બહેનો સાથે પ્રેમ થઇ જતા તેમની સાથે લગ્ન કરી તેમનું જીવન સુધારી દીધું

 

 

 

લાઈટ આપવાવાળો છોડ

 

આમ તો ઘરમાં પ્રકાશ માટે આપણે બલ્બનો ઉપયોગ કરીએ છીએ પરંતુ પ્રકૃતિમાં અમુક એવા છોડ પણ છે, જે રાત્રે અંધારામાં ચમકે છે. અમુક એવા છોડ પણ છે, જેનાં તળિયામાંથી નીકળવા વાળો વિશેષ પ્રકારનો રસ અંધારામાં ચમકે છે. મશરૂમની અમુક એવી પ્રજાતિઓ છે, જે રાતનાં સમયે કીડા-મકોડાને આકર્ષિત કરવા માટે ઘણા રંગનો પ્રકાશ ઉત્પન્ન કરે છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે તેમાં મળી આવતા એંજાઈમ અને ઓક્સિજનનાં કેમિકલ રિએક્શનનાં કારણે રંગબેરંગી લાઇટ નીકળે છે.

 

આ પણ વાંચો : સમગ્ર ઇતિહાસમાં સુંદરતાના 10 અજાયબ માપદંડ કે જે તમે માનશો નહીં કે વાસ્તવિક હતા.

 

 

 

શરમાળ છોડ

છુઇ-મુઈનો છોડ તો લગભગ લોકોએ જોયો જ હશે. તે પ્રકૃતિ રચિત રહસ્યમય દુનિયાનો અજીબ નમુનો છે. શરમાળ હોવું માત્ર મનુષ્ય કે જાનવરોનાં જ સ્વભાવમાં નથી પરંતુ છોડ પણ એવું કરે છે, જે અદભુત છે. આ છોડને ઘણી જગ્યાએ લાજવંતી પણ કહેવામાં આવે છે. આ છોડ મનુષ્યનાં સ્પર્શ થી જ શરમાઈ જાય છે અને પોતાના પાનને સંકોચી લે છે. વૈજ્ઞાનિકો જણાવે છે કે આ છોડનાં પાન જે કોશિકાઓથી બનેલા હોય છે, તેમાં એક ખાસ પ્રકારનું લિક્વિડ ભરેલું હોય છે. કોઈપણ બહારનાં સ્પર્શથી આ લિક્વિડ પોતાની જગ્યાએથી હટી જાય છે, જેનાં કારણે પાન તરત જ સંકોચાઈ જાય છે.

 

આ પણ વાંચો : શું તમે જાણો છો ઝાડના થડને કેમ રંગવામાં આવે છે?

 

 

 

રડવા વાળા અને ભોજન માંગવા વાળા છોડ

હોલીવુડ ફિલ્મ હેરીપોટરમાં નાના બાળકો જેવા દેખાતા છોડ હતાં. જો તેમને ઉખાડવામાં આવતાં હતાં તો તે રડવા લાગતા હતાં પરંતુ આવું હકિકતમાં પણ થાય છે. તેને મેન્ડ્રેક છોડ કહેવાય છે. તે ભુમધ્ય સાગરનાં વિસ્તારમાં જોવા મળે છે. મેન્ડ્રેકનાં મુળ ઘણા હદ સુધી મનુષ્યનાં બનાવટ સાથે મળતા આવે છે. લોક કથા પ્રમાણે આ છોડ સુખ, સમૃદ્ધિ અને ભગવાનનાં આશીર્વાદ જેવા હોય છે. તેને કાપવા પર કે ઉખાડવા પર આ છોડ રડવા લાગે છે અને તેનાથી લોકોને નુકસાન થાય છે. વૈજ્ઞાનિકો માને છે કે જ્યારે આ છોડને પાણી કે કોઈ અન્ય વસ્તુની જરૂરિયાત હોય છે તો તેઓ અવાજ કરે છે. જોકે આ અલ્ટ્રા સોનિક વેવ્સ હોય છે, જેની પીચ ખુબ જ વધારે હોય છે. જેનાં લીધે મનુષ્ય તેને સાંભળી શકતા નથી.

 

આ પણ વાંચો : છૂટક મજૂરી કરીને ગુજરાન ચલાવતા પિતાની દીકરીએ જજ બની ને પરિવારનું નસીબ બદલી નાખ્યું.

 

 

 

ચાલવાવાળા ઝાડ-છોડ

ઝાડ-છોડને આપણે આજ સુધી એક જગ્યા પર પોતાનું જીવન પસાર કરતા જોયા છે. જોકે અમુક ઝાડ એવા પણ છે, જે ચાલે પણ છે. ખારા પાણી અથવા તો કાદવ વાળા વિસ્તારમાં ઊગતા મૈનગ્રેવ નામનાં વિશાળ ઝાડ પોતાની ધીમી ગતિથી હજારો કિલોમીટરનું અંતર પાર કરી લે છે. તેને પગ હોતા નથી પરંતુ તેનો ફેલાવો એવો હોય છે કે ઘણા કિલોમીટરને કવર કરી લે છે. ભારતનાં સુંદરવનમાં આ ઝાડ જોવા મળે છે.

ટંબલ વિડ્સ નામની એક ઘાસની પ્રજાતિ છે, જે સ્ટેપી ઘાસ વાળા મેદાનમાં જોવા મળે છે. સ્ટેપી ઓસ્ટ્રેલિયા અને એન્ટાર્કટિકાને છોડીને બધા જ મહાદેશોમાં મળી આવે છે. ટંબલ વિડ્સ પાણીનાં અભાવમાં પોતાનાં મુળ ને જમીનથી અલગ કરી લે છે. આ દરમિયાન તે ગોળાકાર થઈ જાય છે અને હવાનાં સહારે દુર સુધી ચાલી જાય છે જ્યાં તેને પાણી મળે છે. ત્યાં પોતાનું મુળ જમાવી લે છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *