[ad_1]
નવસારીએક કલાક પહેલા
- કૉપી લિંક
- નવસારી જૈન સમાજ દ્વારા ‘માનવતાનાે મોલ’ શરૂ કરાયો, સેવકોને દિવાળી પર્વે વસ્તુઓ િવનામૂલ્યે િવતરણ કર્યુ
કરુણા મૈયા ચંદ્રશેખર વી. મ.સા.ના શિષ્યરત્નો ભદ્રકીર્તિ વી. તથા મનોભૂષણ વી. મ.સા. અનેલબ્ધીનીધી મ.સા.ની પ્રેરણાથી આ વર્ષે નવસારીમાં જૈન સમાજ દ્વારા શાસન સમર્પણ ગ્રુપની સ્થાપના કરવામાં આવી. જેમાં લગભગ 60 જેટલા બહેનો હાલમાં જોડાયા છે. આ ગ્રુપનું સૌ પ્રથમ કાર્ય અને નવસારીમાં પણ સૌ પ્રથમ વાર થતું કાર્ય એટલે માનવતા મોલ. આ આયોજનચિંતામણી જૈન સંઘ મધ્યે રાખવામાં આવ્યું હતું.\n\nદિવાળીના દિવસો જ્યારે નજીક આવી રહ્યા છે ત્યારે જેઓની આર્થિક પરિસ્થિતિ એટલી સારી નથી કે જેઓ દિવાળીના દિવસો દરમ્યાન બજારમાંથી કપડાં, વાસણ, મીઠાઈ ખરીદી શકે ત્યારે તેઓના ચહેરા પર ખુશી લાવવા માટે અનુકંપાનું એક ઉમદા કાર્ય એટલે કે અનુકંપા મોલ. હાલમાં નવસારીમાં આવેલ જૈનમુનિઓ દ્વારા સમસ્ત નવસારીના લગભગ 2500 જેટલા જૈન પરિવારોને ટહેલ કરવામાં આવી હતી કે આપના ઘરે એકદમ સારી કન્ડિશનમાં હોય એવા કપડાં, વાસણ, સ્ટેશનરી, ક્રોકરી કે અન્ય કોઈપણ ઉપયોગમાં આવતી વસ્તુઓ આપ અમને પહોંચાડો અને આ વસ્તુઓને સમર્પણ ગ્રુપની બહેનોએ વર્ગીકૃત કરીને જેમને જે વસ્તુની જરૂરિયાત હોય એમને આપવામાં આવશે.
લગભગ 2000 જેટલી સાડી, ડ્રેસ, કુર્તા, પુરુષોના કપડાં, બાળકોના કપડાં મળીને 5000 જોડી કપડાં, વાસણો, ક્રોકરી, રમકડાં, સ્ટેશનરી જેવી અનેક વસ્તુઓ જે એકદમ સારી અને વાપરી શકાય તેવી કન્ડિશનમાં એકત્ર થઇ. જેને જૈન સમાજના ત્યાં કામ કરતા શ્રમિકોને વસ્તુઓ આપવામાં આવ્યા. આવું અનોખું આયોજન સૌ પ્રથમવાર નવસારીના આંગણે થયું. આવનાર દરેકના ચહેરા ઉપર ખુશી અને સંતોષના ભાવ વર્તાતા હતા. સમર્પણ ગ્રુપના બહેનોએ કરેલી મહેનત આજે સાર્થક લાગી હતી.\n\n\nબોક્સ- જૈન સમાજના પરિવારને ત્યાં કામ કરતા 1000 વ્યક્તિઓને વિનામૂલ્યે વસ્તુઓ આપી\n\nઆજે જૈન પરિવારના ઘરે કામ કરતા લગભગ 1000 જેટલા વ્યક્તિઓને આજે માનવતાના મોલમાં આમંત્રણ આપવામાં આવ્યું અને દરેકને જે રીતે આપણે મોલમાં ફરીને ખરીદી કરીયે તે રીતે તેમને પણ પસંદગી આપીને તેમની ઉપયોગની વસ્તુઓ એકદમ ફ્રી માં આપવામાં આવી.