આ દેશની ઘડિયાળમાં ક્યારેય ૧૨ વાગતા જ નથી, ૧૧ વાગ્યા બાદ સીધા જ ૧ વાગે છે, કારણ છે ખુબ જ ચોંકાવનારું

સામાન્ય રીતે આપણા દેશમાં ૧૨ અંકને અશુભ માનવામાં આવે છે એટલે જ તો ઘણા લોકો એવું કહેતા નજર આવે છે કે “તમારા ચહેરા પર ૧૨ કેમ વાગ્યા છે?”. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે દુનિયામાં એક એવી પણ ઘડિયાળ છે જેમાં ક્યારેય ૧૨ વાગતા જ નથી. તેની પાછળની હકિકત જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો.

આ અજીબોગરીબ ઘડિયાળ સ્વિટ્ઝર્લેન્ડનાં સોલોથન શહેરમાં છે. આ શહેરનાં ટાઉન સ્ક્વેર પર એક ઘડિયાળ લાગેલી છે. આ ઘડિયાળમાં કલાકનાં માત્ર ૧૧ અંક જ છે. તેમાંથી ૧૨ નંબર ગાયબ છે. આમ તો અહીં પર બીજી પણ ઘડિયાળ છે, જેમાં ૧૨ વાગતા જ નથી. આ શહેરની સૌથી મોટી ખાસિયત એ છે કે અહીંના લોકોને ૧૧ નંબર સાથે ખુબ જ લાગણી છે. અહીંની જે પણ વસ્તુ છે, તેની ડિઝાઇન ૧૧ નંબરની આસપાસ જ ફરતી રહે છે.

તમને જાણીને આશ્ચર્ય થશે કે આ શહેરમાં ચર્ચની સંખ્યા પણ ૧૧ જ છે. આ સિવાય સંગ્રહાલય, ઐતિહાસિક ઝરણા અને ટાવર પણ ૧૧ નંબરના જ છે. અહીંના સેંટ ઉસુર્સનાં મુખ્ય ચર્ચમાં પણ ૧૧ નંબરનું મહત્વ તમને સ્પષ્ટ જોવા મળશે. હકિકતમાં આ ચર્ચ પણ ૧૧ વર્ષમાં જ બનીને તૈયાર થયું હતું. અહીં ૩ દાદરનાં સેટ છે અને દરેક સેટમાં ૧૧ પંક્તિઓ છે. આ સિવાય અહી ૧૧ દરવાજા અને ૧૧ ઘંટડી પણ છે.

અહીંના લોકોને ૧૧ નંબર સાથે એટલી બધી લાગણી છે કે તેઓ પોતાનાં ૧૧ માં જન્મદિવસને ખાસ રીતે સેલિબ્રેટ કરે છે. આ અવસર પર આપવામાં આવતી ગિફ્ટ પણ ૧૧ નંબર સાથે જોડાયેલી હોય છે. ૧૧ નંબર પ્રત્યે લોકોને આટલી લાગણી હોવા પાછળ એક સદીઓ જુની માન્યતા છે. કહેવાય છે કે એક સમયમાં સોલોથનનાં લોકો ખુબ જ મહેનત કરતા હતાં પરંતુ તેમ છતાં પણ તેમનાં જીવનમાં ખુશીઓ નહોતી.

થોડા સમય બાદ અહીંની પહાડીઓમાંથી એલ્ફ આવવા લાગ્યા અને તે લોકોનો આત્મવિશ્વાસ વધારવા લાગ્યા. એલ્ફ આવવાથી ત્યાનાં લોકોનાં જીવનમાં ખુશહાલી આવવા લાગી. હકિકતમાં એલ્ફ વિશે જર્મનીની પૌરાણિક કહાનીઓમાં સાંભળવા મળે છે. કહેવાય છે કે તેમની પાસે અલૌકિક શક્તિઓ હોય છે અને જર્મન ભાષામાં એલ્ફ નો મતલબ ૧૧ હોય છે એટલા માટે સોલોથનનાં લોકોએ એલ્ફ ને ૧૧ નંબર સાથે જોડી દીધો અને ત્યારથી અહીયાનાં લોકોએ ૧૧ નંબરને મહત્વ આપવાનું શરૂ કરી દીધું.

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top