અમમદાવાદમાં ચોરીની લોડિંગ રિક્ષામાં જ ચોરીનાં ટ્યૂબ-ટાયર લઈ જનારા બે પકડાયા | Two caught carrying stolen tube-tyres in stolen loading rickshaw in Ahmedabad

[ad_1]

અમદાવાદ15 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • વેજલપુરમાં રિક્ષાની-સરખેજમાં ટ્યૂબ-ટાયરની ચોરી કરી હતી

વેજલપુરમાંથી લોડિંગ રિક્ષાની ચોરી કરીને તે લઈને સરખેજ વિસ્તારના એક ગોડાઉનમાંથી ટાયર – ટયુબની ચોરી કરનારા 2 ચોરીની સરખેજ પોલીસે ધરપકડ કરી હતી. બંને પાસેથી પોલીસે રૂ.2 લાખની કિંમતની રિક્ષા અને રૂ.1.35 લાખની કિંમતના ટાયર-ટયુબ કબજે કર્યા હતા.

સરખેજ પીઆઈ વી.જે.ચાવડા સ્ટાફના માણસો સાથે પેટ્રોલિંગમાં હતા ત્યારે એક લોડિંગ રિક્ષામાં ટયુબ-ટાયરનો જથ્થો લઈને જતા 2 માણસને પોલીસે રોકયા હતા. તેમની પાસે ટયુબ-ટાયરના બીલ સહિતની માહિતી માંગતા તેઓ કોઇ આધાર-પુરાવા રજૂ કરી શકયા ન હતા.

પોલીસે બંનેની ધરપકડ કરી પૂછપરછ કરતા તેમાં મોહંમદ ઈરફાન મેમણ(33) અને સુફીયાન શેખ (27)(બંને રહે. દાણીલીમડા) હોવાનું જાણવા મળ્યું હતંુ. બંનેને ટયુબ – ટાયર અને લોડિંગ રિક્ષા વિશે પૂછતા તેમણે તા.15 ઓકટોબરે વેજલપુર વિસ્તારમાંથી લોડિંગ રિક્ષાની ચોરી કરી હતી.

ત્યારબાદ તે રિક્ષા લઈને તે બંને સરખેજ વિસ્તારના એક ગોડાઉનમાંથી ટયુબ-ટાયરની ચોરી કરી હતી. તેમની પાસેથી પોલીસે રૂ.2 લાખની કિંમતની લોડિંગ રિક્ષા અને રૂ.1.25 લાખની કિંમતના ટયુબ-ટાયર મળીને કુલ રૂ.3.35 લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *