અનોખા લગ્નની કોર્ટે બનાવી જોડી : બે યુવતિઓને તેમના માતા-પિતાએ અલગ કરી તો કોર્ટે આપ્યો સાથ, સમલૈંગિક જોડાની પ્રેમ કહાની છે અનોખી.

અનોખા લગ્નની કોર્ટે બનાવી જોડી : બે યુવતિઓને તેમના માતા-પિતાએ અલગ કરી તો કોર્ટે આપ્યો સાથ, સમલૈંગિક જોડાની પ્રેમ કહાની છે અનોખી.

લેસ્બિયન જોડા નસરીન અને નૂરાને હાઇકોર્ટે સાથે રહેવાની આપી અનુમતિ, માતા-પિતાએ કર્યા હતા અલગ.

 

કેરળની રહેવાસી અદીલા નસરીન અને ફાતિમા નૂરા બંને સમલૈંગિક છે અને તેમને કોર્ટે સાથે રહેવાની ઇજાજત પણ આપી છે. પરંતુ આ જોડાને તો પણ ઘરવાળાનો ડર છે. આલિાનું કહેવુ છે કે પરિવારના લોકો તેમને ધમકાવી રહ્યા છે. ન્યુઝ એજન્સી સાથે વાત કરતા અદીલા નસરીને કહ્યુ કે, આ કેસમાં તેમને LGBTQ સમુદાયના લોકોનો ભરપૂર સહયોગ મળ્યો. તેમના માટે આ મુશ્કેલ સમય હતો, જેને કારણે તેઓ ભાવનાત્મક રીતે થાકી ગયા હતા.

પરંતુ કેરળ હાઇકોર્ટના નિર્ણયથી તેમને રાહત મળી, પરંતુ સંપૂર્ણ સ્વતંત્રતા મળી નથી. અદિલાના કહેવા પ્રમાણે કેરળ હાઇકોર્ટના આદેશથી તેઓ ખુશ અને મુક્ત છે. પરંતુ તેઓ સંપૂર્ણપણે મુક્ત નથી અનુભવી રહ્યા, કારણ કે પરિવારના સભ્યો ધમકીઓ આપી રહ્યા છે. અદિલાએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે તેની પાર્ટનર કાતિમાને તેના પરિવારના સભ્યોએ બંધક બનાવી હતી. આ અંગે તેણે પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી હતી.

અદિલા અને ફાતિમા અભ્યાસ દરમિયાન સાઉદી અરેબિયામાં મળ્યા હતા. બાદમાં તેઓએ સાથે રહેવાનું નક્કી કર્યું. પરંતુ સંબંધીઓએ તેમના સંબંધનો વિરોધ કર્યો હતો અને તેમને ધમકીઓ આપી હતી. પરંતુ આદિલા અને કાતિમા પર આની કોઈ અસર ન થઈ અને તે સાથે રહેવાના નિર્ણય પર અડગ રહી. આદિલા કહે છે કે 9 મેના રોજ તે કોઝિકોડ પહોંચી અને ફાતિમાને મળી. થોડા દિવસો સુધી બંને અહીં એક શેલ્ટર હોમમાં રહ્યા.

પરંતુ જ્યારે પરિવારજનો તેમની પાસે પહોંચ્યા ત્યારે પોલીસે દરમિયાનગીરી કરી હતી. બાદમાં અદિલા અને કાતિમાના પરિવારજનો તેને બળજબરીથી પોતપોતાના ઘરે લઈ ગયા હતા. આ પછી તેણે કોર્ટમાં કેસ કર્યો. જે બાદ કોર્ટે અદિલા દ્વારા દાખલ કરાયેલ હેબિયસ કોર્પસ પિટિશનની સુનાવણી બાદ લેસ્બિયન કપલ અદિલા નસરીન અને ફાતિમા નૂરાને સાથે રહેવાની મંજૂરી આપી હતી.

આ કિસ્સામાં LGBTQ સમુદાયના લોકોએ અદિલા અને ફાતિમાની મદદ કરી. કેરળ હાઈકોર્ટે 31 મેના રોજ આ લેસ્બિયન કપલને સાથે રહેવાની મંજૂરી આપી હતી. અદિલા નસરીન અને ફાતિમા નૂરા સાઉદી અરેબિયામાં તેમના સ્કૂલના દિવસોથી જ રિલેશનશિપમાં છે. પરંતુ તેમના સંબંધનો તેમના માતા-પિતા દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. જો કે, ગ્રેજ્યુએશન પછી બંનેએ સાથે રહેવાનું નક્કી કર્યું.

 

Leave a Comment