અગીયાર માસનો દીકરો નોધારો મૂકી ને કડી પોલીસ સ્ટેશન મા ફરજ બજાવતા આશાબહેન રબારી નું થયું નિધન

અગીયાર માસનો દીકરા માથે આફત નું આભ ફાટી ગયું છે તેવી એક ઘટના બની છે. પાછળથી આવતી ટ્રકે ટક્કર મારતાં ઘટના સ્થળે જ મોત કડી તાલુકાના નંદાસણ‌ પોલીસ સ્ટેશન મા ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલ કે જે પોતાના પોતે પોતાના પિયર કડી નજીક વાગજ ગામે જઈ રહ્યા હતા. જે દરમિયાન એકટીવા લઈને રાજપુર પાટિયા નજીક પહોંચતા પાછળથી આવી રહેલા એક ટ્રક ચાલકે ટક્કર મારતાં તેઓનું કરૂણ મોત થયું હતું. જેમાં તેમનો એક દીકરો કે જે 11 માસનો દીકરો મા વગર નો નોધારો બન્યો હતો.

આશાબેન ને ગાર્ડ ઓફ ઓનર આપી ને
શ્રદ્ધાજંલી આપવામાં આવી હતી. કડી તાલુકાના નંદાસણ પોલીસ સ્ટેશન મા ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલ આશાબેન રબારી કે જેઓ વામજ ગામના વતની છે. તેઓના લગ્ન આશરે દોઢ બે વર્ષ પહેલા અં બાંસણ ગામે રાજુભાઈ રબારી સાથે સમાજના રીત રિવાજ પ્રમાણે થયાં હતાં. તેઓ 2016 મા પોલીસ ની નોકરીમાં લાગ્યા હતા અને તેઓની દોઢ મહિના અગાઉ કડી ખાતે બદલી થઇ હતી.
આશાબેન હાલમાં નંદાસણ પોલીસ સ્ટેશન મા અટેચ તરીકે ફરજ બજાવતા હતા. અંબસણ ગામ ખાતે પોતે રહેતા હતા. પરંતુ તેમની માતાની તબિયત સારી ન રહેવાથી છેલ્લા ચાર દિવસથી પોતાના પિયર ગયા હતા. પોતાની ફરજ પૂરી થતાં પોતાનું એકટીવા લઈને પોતાના પિયર વામજ ગામે જઈ રહ્યા હતા.
તે સમય દરમિયાન તેઓ કડી તાલુકાના રાજપુર પાટિયા થી છત્રાલ તરફ જઈ રહ્યા હતા અને પાછળથી આવી રહેલા એક હેવી ટ્રકે ટક્કર મારતાં તેઓ રોડ પર પટકાયા હતા. જ્યાં અકસ્માત સર્જાયો હતો ત્યાં આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને નંદાસણ પોલીસ ને જાણ કરવામાં આવી હતી અને આશાબેન ને હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા હતા.
આશાબેન ને 11 માસનો વેદ નામનો દીકરો છે જે માતાના કરૂણ મોત નિપજતાં માતા વગર નો નોધારો બન્યો હતો. નંદાસણ પોલીસ સ્ટેશન મા ફરજ બજાવતા આશાબેન નું કરૂણ મોત નિપજતાં સમગ્ર પોલીસ બેડામાં પણ શોક ની માહોલ જોવા મળ્યો હતો.

One thought on “અગીયાર માસનો દીકરો નોધારો મૂકી ને કડી પોલીસ સ્ટેશન મા ફરજ બજાવતા આશાબહેન રબારી નું થયું નિધન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *