શું તમે જાણો છો ટુથપેસ્ટમાં રહેલા “કલર કોડ” શું સુચવે છે ? કલરકોડનું રહસ્ય જાણીને ચોંકી જશો .

By LG Baraiya

Published On:

Follow Us

સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ આજે સામાન્ય માહિતીઓથી ભરપૂર છે. જેથી કરીને તમે કોઈપણ વિગત આસાનીથી જાણી શકો છો અને સમજી શકો છો તથા તમારે જોઈતી માહિતી મેળવી શકો છો. માહિતીના આ ખજાનામાંથી ઘણી માહિતી તમને ઉપયોગી થઈ શકે છે તથા જાણવા યોગ્ય હોય છે . આજે અમે તમને એક આવી જ માહિતી જણાવીશું . તમારી ટૂથપેસ્ટ પર નીચેના ભાગે તળિયા પર રંગીન નિશાન જોવા મળે છે . આ રંગીન નિશાન તમને તેના રંગ કોડ પર ધ્યાન આપવાની ચેતવણી આપે છે . જેમાં એવો દાવો કરવામાં આવે છે કે ટૂથપેસ્ટમાં તળિયામાં દર્શાવવામાં આવેલા આ રંગ કોડ ટૂથપેસ્ટ શેમાંથી બની છે એ જાહેર કરે છે .

ઘણી વેબસાઇટ અને સોશિયલ મીડિયાની પોસ્ટ અનુસાર એવો દાવો કરવામાં આવેલ છે કે ટૂથપેસ્ટના તળિયાના ભાગે તમે જે નાના ચોરસ પ્રકારના રંગ જુઓ છો તે એક પ્રકારનો કોડ છે જે ટૂથપેસ્ટની અંદરની સામગ્રી વિશે માહિતી આપે છે . એવો દાવો કરવામાં આવે છે કે લીલા કલરના ચિન્હનો અર્થ એવો થાય છે કે ટૂથપેસ્ટમાં બધી જ સામગ્રી કુદરતી છે . વાદળી કલરના ચિન્હનો મતલબ છે કે તેમાં કુદરતી ઘટકો અને દવાનું મિશ્રણ હોય છે . લાલ કલરના ચિન્હનો મતલબ એવો થાય છે કે તેમાં કુદરતી ઘટકો અને કેમિકલ ધરાવે છે . અને કાળા કલરના ચિહનો એવો અર્થ થાય છે કે તેમાં વપરાયેલી બધી જ વસ્તુઓ કેમિકલ છે .

 

 

નવરાત્રિ પર અહીં સાડી પહેરીને ગરબા રમે છે પુરૂષો, 200 વર્ષ જૂની છે પરંપરા

 

 

આના પરથી જાણી શકાય છે કે આપણાં ઘરે વપરાતી ટૂથપેસ્ટમાં કઈ કઈ વસ્તુઓ વપરાયેલી છે . સાથે જ લોકોને લાલ અને કાળા કલરની નિશાનીઓ વાળી ટૂથપેસ્ટનો ઉપયોગ કરવાની ચેતવણી પણ આપે છે અને લીલા અને વાદળી રંગની ટૂથપેસ્ટનો ઉપયોગ કરવા માટે ઉત્સાહિત કરે છે . પણ તમે હવે બાથરૂમમાં જઈને તમારી ઝેરી ટૂથપેસ્ટને બહાર ફેંકી દો એ પહેલા અમે તમને જણાવી દઈએ કે આ બધું સત્ય નથી જે સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટમાં ફેલાયેલ છે . અમે તમને અહી આ રંગીન માર્કનું રહસ્ય અહી જણાવીશું .

આ રંગ કોડની વાતો બિલકુલ ખોટી છે કે તે કુદરતી અને કેમિકલ ઘટકો વચ્ચેનો તફાવત દર્શાવે છે . અમેરિકન વૈજ્ઞાનિકો જણાવે છે કે વિશ્વની દરેક વસ્તુ તકનીતિ રીતે કેમિકલ જ છે . કુદરતી તત્વો એ પણ એક કેમિકલ જ છે . હવે એ ટૂથપેસ્ટ માં દર્શાવેલ રંગ કોડ વિશે કોઈ ચોક્કસ માહિતી નથી . હકીકતમાં તો ટૂથપેસ્ટ શેમાંથી બને છે એ બધુ ટૂથપેસ્ટ પર દર્શાવેલું જ હોય છે એટલે આ કલર કોડ પર ધ્યાન ન આપવું જ વધારે સારું રહેશે . પણ તમને પ્રશ્ન થશે કે આ કોડ આખરે શેના માટે છે ? તો તમને જણાવી દઈએ કે એ કોડને ટૂથપેસ્ટ ના તળિયે એટલા માટે કરવામાં આવે છે કે જેથી ટ્યૂબ તૈયાર કરવા માટે વપરાતી મશીન જાણી શકે કે ક્યાથી ટ્યૂબને કાપવાની છે અને ક્યાથી ટ્યૂબને સીલ મારવાનું છે.

 

 

 

“10,000 ની તો હું ચપ્પલ પહેરું છું “- લાંચ લેનાર મહિલા તલાટી

 

 

જો આ વાદળી અને લીલા રંગના કલર કોડ જો કઈ છતું નથી કરતાં તો પછી કેવી રીતે જાણવું કે તમારા દાંતએ બ્રશ કરો છો એ ટૂથપેસ્ટ શેમાંથી બને છે ? ટૂથપેસ્ટ શેમાંથી બને છે એ જાણવા માટે સરળ રસ્તો છે . આ માહિતી તમને સામાન્ય રીતે પેકેજિંગ પર , ટ્યૂબ પર અથવા તો ટ્યૂબના બોક્સ પર મળી રહેશે . દુર્ભાગ્યે , ટૂથપેસ્ટના તળિયામાં આવેલા રંગ કોડ કશું જ જણાવતા નથી .

 

 

 

*•┈••••••••••••••••••••◈✿◈•••••••••••••••••••┈•*

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment