Gujarat Ration Card Yojana-2022 NFSA

Gujarat Ration Card Yojana-2022 : હેલ્લો નમસ્કાર મિત્રો રેશન કાર્ડ ધારકો માટે (APL-1 અને BPL રેશનકાર્ડ ધારક) પરિવારને ભારત સરકાર દ્વારા અંતગર્ત જરૂરિયાતમંદ ને રાહત દરે અનાજ વિતરણ કરવામાં આવે છે. તો આ લાભ કોને કોને મળવા પાત્ર થશે અને તેના માટે દાવા અરજી સાથે જરૂરી પુરાવા ક્યા રજુ કરવાના રહેશે આ બધી માહીતી નીચે આપેલ છે. ભારત સરકાર ધ્વારા વર્ષ ૨૦૧૩માં NFSA – રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા અંતર્ગત BPL રેશનકાર્ડ ધારક સિવાયના જરૂરિયાતમંદ BPL અને APL-૧ રેશનકાર્ડ ધારક પરિવારોને સરકારશ્રી તરફ થી સસ્તા અનાજની દુકાન મારફતે દરમહિને વ્યકિત દીઠ અમુક ચોક્કસ માત્રામાં રાહતદરે અનાજ આપવામાં આવે છે. જેનો લાભ લેવા માટે અરજદારે દાવા-અરજી કરવાની હોય છે.

 

 

અરજી સાથે જરૂરી પુરાવા :

  • ગેસબુક
  • આધારકાર્ડ (કુટુંબના દરેક સભ્યોની)
  • લાઈટબીલ/વેરાબિલ/ગેસબીલ
  • રેશન કાર્ડ
  • કુટુંબના મુખ્ય સભ્યની બેંક પાસબુક (કુટુંબ ની મુખ્ય સભ્ય તરીકે ઘરની મહીલાને રાખવી જેથી ભવિષ્યમાં વધુ સરકારી યોજનાઓનો લાભ મળી શકે.)
  • માલિકીનું મકાન ન હોય તો- ભાડાકરાર(જો ભાડે રહેતા હોય તો) / જો મકાન સરકાર ધ્વારા ફાળવવામાં આવ્યું હોય તો, એલોટમેન્ટ લેટર

 

અરજી કેવી રીતે કરવી :

દરેક પુરવાઓની ઝેરોક્ષ કરાવવી.

જે-તે કચેરીએ ફોર્મ જમા કરાવી ત્યાંથી અધિકૃત પેનલ ધ્વારા સર્વે કરવામાં આવશે. અને સર્વે ને આધારે આપ NFSA યોજના માટે લાયક છો કે નહિ તે નક્કી કરી આપને દર મહીને લાભ મળવાપાત્ર થઇ જશે.(જે-તે અધિકારી ના નિર્ણય પર સર્વે કરવામાં આવે છે.)

 

તમારી સ્થાનિક સસ્તા અનાજ ની દુકાન, ઝોન કચેરી, મામલતદાર કચેરી, તાલુકા કચેરી (જે-તે ઝોન કે જીલ્લા માં જેમને સત્તા આપેલી હોય ત્યાં)

 

અરજી કેવી રીતે કરવીClick Here

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top