પેટ્રોલ-ડીઝલનાં ભાવ આસમાનને સ્પર્શી રહ્યા છે અને જો આ સમયમાં પેટ્રોલ પંપ વાળા આપણને ચૂનો લગાવે છે તો તેનાથી ખુબ જ મોટું નુકસાન થાય છે. ગ્રાહકોને જાણ પણ થતી નથી અને પેટ્રોલ પંપ વાળા તેમની સાથે છેતરપિંડી કરતા રહે છે. પરંતુ આ છેતરપિંડીથી બચી શકાય છે અને તેના માટે તમારે ફક્ત અમુક વાતો ઉપર ધ્યાન આપવાનું રહેશે અને અમુક સાવધાની રાખવાની રહેશે. અમે આ સમાચાર ના માધ્યમથી વિસ્તારપુર્વક સમજાવી રહ્યા છીએ કે પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલ વાહન માં ભરાવતા સમયે કેવી રીતે છેતરપિંડીથી બચી શકાય છે.
મોટાભાગનાં લોકો પેટ્રોલ પંપ ઉપર જઈને ૧૦૦, ૨૦૦ અને ૫૦૦ રૂપિયાનાં રાઉન્ડ ફિગર માં પેટ્રોલ ભરાવતા હોય છે. ઘણી વખત પેટ્રોલ પંપ માલિક રાઉન્ડ ફિગર ને મશીન ઉપર ફિક્સ કરીને રાખતા હોય છે અને તેમાં છેતરપીંડીનો શિકાર થવાની સંભાવના વધી શકે છે. એટલા માટે જરૂરી છે કે તમારે રાઉન્ડ ફિગર માં પેટ્રોલ ભરાવું જોઈએ નહીં. તમે રાઉન્ડ ફિગર થી ૧૦, ૨૦ રૂપિયા વધારાનું પેટ્રોલ ભરાવી શકો છો.
આ પણ વાંચો : શું તમે પણ ફોન આખી રાત ચાર્જમાં રાખીને સુઈ જાઓ છો? આમ કરવું કેટલું સલામત છે? જાણો…
બાઈક અથવા કારની ખાલી ટાંકીમાં પેટ્રોલ ભરાવતી ગ્રાહકને નુકસાન થાય છે. તેનું કારણ છે કે તમારી ગાડી ની ટાંકી જેટલી ખાલી રહેશે તેમાં હવા એટલે જ વધારે રહેશે. તેવામાં પેટ્રોલ ભરાવ્યા બાદ હવાને કારણે પેટ્રોલ ની માત્રા ઘટી જાય છે. એટલા માટે ઓછામાં ઓછી અડધી ટાંકી હંમેશા ભરેલી રાખો.
આ પણ વાંચો : 30 વર્ષ બાદ શખ્સ નીકળ્યો સ્ત્રી, જાણો લાખો કરોડોમાં થતા એક કેસ વિષે…
પેટ્રોલ ની ચોરી કરવા માટે પેટ્રોલ પંપ વાળા અવારનવાર પહેલાથી જ મીટરમાં હેરાફેરી કરતા હોય છે. જાણકારો અનુસાર દેશમાં ઘણા પેટ્રોલ પંપ ઉપર હજુ પણ જુની ટેકનોલોજી ચાલી રહી છે. જેમાં હેરાફેરી કરવી ખુબ જ સરળ હોય છે. જો તમે અલગ-અલગ પેટ્રોલ પંપ ઉપરથી પેટ્રોલ પુરાવી રહ્યાં છો તો પોતાની ગાડીની એવરેજ સતત ચેક કરતા રહો.
પેટ્રોલ હંમેશા ડિજિટલ મીટર વાળા પંપ ઉપર જ ભરાવવું જોઈએ. તેનું કારણ છે કે જુના પેટ્રોલ પંપ ઉપર મશીનો પણ જુની હોય છે અને આ મશીનો ઉપર ઓછું પેટ્રોલ આવવાનો ડર સૌથી વધારે રહે છે.
આ પણ વાંચો : ફાયર એન્ટ : પાણી પર તરાપો બનાવીને તરતી કીડીઓની એક અજીબ પ્રજાતિ
ઘણા પેટ્રોલ પંપ ઉપર કર્મચારી તમારા દ્વારા જણાવવામાં આવેલી રકમ કરતાં ઓછું પેટ્રોલ ભરે છે. તેમને ટોકવા પર ગ્રાહકોને કહેવામાં આવે છે કે લિટર ને ઝીરો પર રીસેટ કરવામાં આવી રહેલ છે. પરંતુ જો તમે ચુકી ગયા તો અવારનવાર આ મીટર ઝીરો ઉપર લાવવામાં આવતું નથી. એટલા માટે જરૂરી છે કે પેટ્રોલ ભરાવતા સમયે સુનિશ્ચિત કરો કે પેટ્રોલ પંપ મશીન ઉપર મીટર ઝીરો પર સેટ હોય.
મોટાભાગના લોકો જ્યારે પોતાની ગાડીમાં પેટ્રોલ ડિઝલ ભરાવે છે તો તેઓ ગાડીમાંથી નીચે ઉતરતા નથી, તેનો ફાયદો પેટ્રોલ પંપ ના કર્મચારી ઉઠાવે છે. પેટ્રોલ ભરાવતા સમયે વાહનમાંથી નીચે ઉતરો અને મીટર ની પાસે ઉભા રહો.
પેટ્રોલ પંપ ઉપર તેલ ભરવાની પાઇપને લાંબી રાખવામાં આવે છે. કર્મચારી પેટ્રોલ ભર્યા બાદ ઓટો કટ થતાની સાથે જ તુરંત નોઝલ ગાડી માંથી કાઢી લેતા હોય છે. તેવામાં પાઇપમાં બચેલું પેટ્રોલ દરેક વખતે ટાંકીમાં જતું નથી. એટલા માટે ઓટો કટ થયાની અમુક સેકન્ડ બાદ સુધી પેટ્રોલની નોઝલ તમારી ગાડી ની ટાંકી માં રાખો. જેથી પાઇપમાં બચેલું પેટ્રોલ પણ તમારી ટાંકીમાં આવી જાય.
આ પણ વાંચો : ભારતમાં ૩ બ્લેડ વાળા પંખાનો ઉપયોગ થાય છે જ્યારે વિદેશોમાં ૪ બ્લેડ વાળા પંખાનો ઉપયોગ થાય છે, તેની પાછળનું કારણ તમે જાણો છો?
પેટ્રોલ પંપ વાળા ને કહો કે તેઓ પાઇપમાંથી પેટ્રોલ નીકળવાનું શરૂ થયા બાદ નોઝલ ને હાથમાંથી છોડી દે. પેટ્રોલ ભરાવતા સમયે નોઝલ નું બટન દબાવતા રહેવાથી તેની કરવાની સ્પીડ ઓછી થઈ જાય છે અને ચોરી કરવી સરળ બની જાય છે.
એવું પણ બની શકે છે કે જે પેટ્રોલ પંપ ઉપર તમે પોતાની ગાડીમાં ઇંધણ પર આવી રહ્યા છો તેનો કર્મચારી તમને પોતાની વાતોમાં પરોવી રાખે અને તમને વાતોમાં પરોવી રાખીને પેટ્રોલ પંપકર્મી ઝીરો તો બતાવે છે, પરંતુ મીટરમાં તમારા દ્વારા માંગવામાં આવેલા પેટ્રોલ નું મલ્ય સેટ કરતો નથી.
જો તમે પેટ્રોલ ભરાવી રહ્યા છો અને મીટર ખુબ જ ઝડપથી ચાલી રહ્યું છે તો સમજી લેવું જોઈએ કે કંઈક ગરબડ છે. પેટ્રોલ પંપકર્મીને ગતિ સામાન્ય કરવા માટે કહો. બની શકે છે કે ઝડપથી ચાલવા વાળો મીટર તમારા ખિસ્સામાંથી ચોરી કરી રહ્યું હોય.
આ પણ વાંચો : 108-કિલો વજન ઘટાડ્યા બાદ ફરી વધેલા વજન નો શિકાર થયા ‘અનંત અંબાણી’ કારણ કે અનંત અંબાણી પોતાને, જાણો.
પેટ્રોલ પંપનાં મશીન ઉપર ઝીરો તો તમે જોઈ લીધો પરંતુ રીડિંગ ક્યા અંકથી શરૂ થયું તે જોયું નથી. તો તમારે ખાસ ધ્યાન રાખવાનું રહેશે કે સીધું 10, 15 અથવા 20 અંકથી શરૂ ન થાય. મીટરનું રીડિંગ ઓછામાં ઓછું 3 થી સ્ટાર્ટ થવું જોઈએ.
અન્ય લિંક :
સરકારી ભરતીને લગત
જાહેરાતો જોવા માટે
અહીં ક્લિક કરો
હોમ પેજ પર જવા માટે
અહીં ક્લિક કરો