નમો શ્રી યોજના 2024: સગર્ભા સ્ત્રીઓને મળશે રૂપિયા 12,000 ની સહાય

નમો શ્રી યોજના 2024 / આ યોજના હેઠળ હવે સગર્ભા સ્ત્રીઓને મળશે રૂપિયા 12 હજારની સહાય / જરૂરી ડોક્યુમેન્ટ્સ / Gujarat Namo Shri Yojana Apply Online, Eligibility and Form PDF / namo shree yojana in gujarati / Helpline number / નમોશ્રી યોજના માં અરજી કરવાની પ્રક્રિયા / Namo Shri Yojana How to Apply 2024

Namo Shri Yojana How to Apply: આ વર્ષે બજેટમાં સગર્ભા બહેનોને આર્થિક સહાય મળી રહે તે હેતુથી એક ખાસ પ્રકારની યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. આ યોજના અંતર્ગત સગર્ભા સ્ત્રીઓને 12 હજાર રૂપિયાની આર્થિક સહાય કરવામાં આવશે. મધ્યમ અને ગરીબ પરિવારની વ્હારે હંમેશા સરકાર હોય છે. તેમણે આર્થિક ટેકો મળી રહે તે હેતુથી સરકાર વિવિધ યોજનાઓ બહાર પાડે છે. આવી જ એક યોજના એટલે નમો શ્રી યોજના. આ યોજના સગર્ભા બહેનો અને ધાત્રી માતાઓ માટે છે. જે અંતર્ગત સરકાર 12 હજાર રૂપિયાની સહાય કરે છે. શું તમે જાણો છો કે આ યોજનાનો લાભ કેવી રીતે મળે છે? કેવી રીતે અરજી કરવાની હોય છે? ચાલો જાણીએ કે કઈ રીતે તમે આ યોજનાનો લાભ મેળવી શકશો. જો તમે પણ સરકારની આ યોજનાનો લાભ મેળવવા માંગતા હોય તો જાણો આ ખાસ વાતો.

Namo Shri Yojana Overview

યોજનાનું નામNamo Shri Scheme
રાજ્યગુજરાત
વિભાગઆરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ
કોના દ્વારા ઘોષણા કરવામાં આવીગુજરાતના નાણા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ દ્રારા
યોજના કયારે શરૂ કરવામાં આવી1 એપ્રિલ 2024 થી
યોજના નું બજેટ કેટલું છે750 કરોડ રૂપિયાનું
યોજનાના લાભાર્થીગર્ભવતી મહિલાઓ
અરજી કરવાની પ્રક્રિયાઓફલાઈન
Official Website

નમો શ્રી યોજના શું છે? (namo shree yojana in gujarati)

આ વખતે બજેટની જાહેરાત વખતે નમો શ્રી યોજનાની જાહેરાત પણ કરવામાં આવી હતી. વર્ષ 2024-25 માં રૂપિયા 750 કરોડના ખર્ચે સગર્ભા બહેનો તથા માતાઓને આ યોજના હેઠળ લાભ મળશે. સગર્ભા માતાઓ તેમના બાળકનું પોષણ કરી શકે એ માટે સરકારે આ યોજના બહાર પાડી છે. આગામી વર્ષ માટે રાજ્ય સરકારે 21 હજાર કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે.

નમો શ્રી યોજનાનો હેતુ શું છે? (What is the purpose of Namo Shri Yojana?)

દર વર્ષે અંદાજિત 12 લાખ નવજાત બાળકોનો જન્મ થાય છે. આમાના ઘણા બાળકોને પૂરતું પોષણ ન મળતા મોતને ભેંટે છે. નમો શ્રી યોજના શરૂ કરવા પાછળનો સરકારઓ મુખ્ય હેતુ બાળક તેમજ માતાને આરોગ્ય સુરક્ષા પુરી પાડવાનો છે.

ઓફિસિયલ સાઈટ માટે અહીં ક્લિક કરો 

નામોશ્રી યોજના વિશે વધુ માહિતી જાણવા અહી ક્લિક કરો 

ફોર્મ કઈ રીતે ભરવું જોવા માટે અહીં ક્લિક કરો 

નમો શ્રી યોજના હેઠળ કેવી રીતે મળશે આર્થિક સહાય?

અનુ.હપ્તોતબક્કોપ્રથમ પ્રસૂતિદ્રિતીય પ્રસૂતિ (દીકરી)દ્રિતીય પ્રસૂતિ (દીકરો)
પ્રથમ હપ્તોસગર્ભાવસ્થાની નોંધણી કર્યેથીરૂ. ૨૦૦૦/-રૂ. ૨૦૦૦/-રૂ. ૨૦૦૦/-
બીજો હપ્તોસાગર્ભાવસ્થાના ૬ માસ પૂર્ણ થયેરૂ. ૨૦૦૦/-રૂ. ૨૦૦૦/-રૂ. ૩૦૦૦/-
ત્રીજો હપ્તોસંસ્થાકીય પ્રસૂતિ થયેથીરૂ. ૩૦૦૦/-રૂ. ૬૦૦૦/-
ચોથો હપ્તોનવજાત બાળકનું સંપૂર્ણ રસીકરણ થયેથીરૂ. ૧૦૦૦/-રૂ. ૧૦૦૦/-
PMMVY થી મળવા પાત્ર સહાયરૂ. ૩૦૦૦/- (નોંધણીથી ૬ માસમાં)

રૂ. ૨૦૦૦/- (રસીકરણ કર્યેથી)

રૂ. ૬૦૦૦/- સંસ્થાકીય પ્રસૂતિ વખતે
કુલ સહાયની રકમરૂ. ૧૨૦૦૦/-રૂ. ૧૨૦૦૦/-

 

ખાસ નોંધ: પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના (PMMVY) ની સહાય ભારત સરકારની ગાઈડલાઈન મુજબ બારોબાર ભારત સરકાર ચૂકવશે.

આ યોજના હેઠળ સગર્ભા મહિલાઓને 5 હપ્તામાં આર્થિક સહાય મળશે. મહિલા ગર્ભવતી બને ત્યારે પ્રથમ હપ્તો, પ્રેગ્નેન્સીના 6 મહિના થાય ત્યારે બીજો, ડિલિવરી વખતે ત્રીજો, નવજાત શિશુને પહેલી વેક્સિન વખતે ચોથો અને જ્યારે મહિલા પ્રધાનમંત્રી માતરું વંદના યોજના માટે પાત્ર થશે ત્યારે પાંચમો હપ્તો મળશે. આ રીતે ટોટલ 12,000 ની સહાય મળશે.

Namo Shri Yojana Eligibility (પાત્રતા)

આ યોજના હેઠળ ફક્ત ગુજરાતની સગર્ભા મહિલાઓને જ લાભ મળવા પાત્ર છે. આ યોજનામાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ ની મહિલાઓ, જે મહિલાઓ આંશિક રીતે (40%) અથવા સંપૂર્ણ વિકલન છે (દિવ્યાંગજન), રેશનકાર્ડ તારક મહિલા, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (MPJAY) – આયુષ્માન ભારત હેઠળ કાર્ડ ધારક મહિલા લાભાર્થીઓ, ઈ-શ્રમ કાર્ડ ધરાવતી મહિલાઓ, મહિલા ખેડૂતો જે કિસાન સન્માન નિધિ હેઠળ લાભાર્થી છે, મનરેગા જોબકાર્ડ ધરાવતી મહિલાઓ, જે મહિલાઓની ચોખ્ખી કુટુંબી વાર્ષિક આવક ₹8,00,000 કરતા ઓછી છે, સગર્ભા અને સ્તનપાન કરાવતીAWWs / AWHs / ASHAs, કેન્દ્ર સરકાર દ્વારા નિર્ધારિત કોઈપણ અન્ય શ્રેણી અને રાષ્ટ્રીય ખાધ્ય સુરક્ષા અધિનિયમ 2013 હેઠળ રેશનકાર્ડ ધરાવતી સગર્ભા લાભાર્થીઓને લાભ મળવા પાત્ર રહેશે.

નમો શ્રી યોજના હેઠળ ઓનલાઈન અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ

યોજનાનો લાભ લેવા માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ જેવા કે અરજદારનું આધારકાર્ડ, સગર્ભા હોવાનું પ્રમાણ, અરજદારનો મોબાઈલ નંબર, જાતિનું પ્રમાણ પત્ર, અરજદારનો ફોટો, અરજદારની બેન્ક ખાતાની વિગત, માતાઓ માટે શિશુનું જન્મ પ્રમાણપત્રનો સમાવેશ થાય છે.

કઈ રીતે કરશો અરજી? (Namo Shri Yojana How to Apply 2024)

નમો શ્રી યોજના માટે ઓનલાઈન અરજી કરવા માંગતા હોવ તો તમારે તમારા વિસ્તારના આશાબહેન (હેલ્થ કાર્યકર) અથવા નજીકના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરની મુલાકત લો. અહી ખાસ ધ્યાન આપવું કે આ યોજનાનો લાભ ફક્ત સરકારી હોસ્પિટલમાં ડિલિવરી થયેલ હોય અને 7 દિવસ સુધી હોસ્પિટલમાં એટમીટ થયેલ હોય તેમને જ મળવા પાત્ર છે. તમે આ યોજના વિષે વધુ માહિતી મેળવવા માટે આ હેલ્પલાઇન નંબર – 079-232-57942 પર સંપર્ક સાધી શકો છો.

નમો શ્રી યોજના

Namo Shri Yojana FAQ

નમો શ્રી યોજનાનો લાભ કોને મળે?

ગુજરાત રાજ્યની સગર્ભા મહિલાઓને

નમો શ્રી યોજના 2024 ની જાહેરાત ક્યારે કરવામાં આવી હતી?

1 એપ્રિલ 2024

namo shri yojana helpline number

079-232-57942

પ્રાઇવેટ હોસ્પિટલમાં ડિલિવરી થયેલ હોય તો નમો શ્રી યોજના હેઠળ લાભ મળે?

ના, ફક્ત સરકારી હોસ્પિટલમાં ડિલિવરી થવી જોઈએ અને 7 દિવસ એડમિત થયેલ હોવા જોઈએ.

નમો શ્રી યોજના 2024 || Namo Shree Yojna 2024 || સગર્ભા અને ધાત્રી બહેનોને મળશે 12000 રૂ.સહાય | GYANJYOT CAREER ACADEMY

6 thoughts on “નમો શ્રી યોજના 2024: સગર્ભા સ્ત્રીઓને મળશે રૂપિયા 12,000 ની સહાય”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top