ગરોળી : શું ગરોળી ભોજનમાં પડવાથી તે ઝેરી બની જાય? ગરોળી ઘરમાં ન હોય તો માણસનું શું થાય?

જો આપણા ઘરમાં અસલી ગરોળી ન હોય તો શું થાય? ગરોળીઓને આપણાં ઘરો સાથે શું લેવાદેવા છે?

 

 

જો અસલી ગરોળી નહીં હોય તો કીડાની સંખ્યા વધી રહેશે. તેનાથી નવા ચેપ આપણને ઘેરી લે છે.

 

 

 

ગરોળી આ કીડાઓને સારી રીતે નિયંત્રિત કરી શકે છે. જો તે નહીં કરે તો આપણને ઘણી સમસ્યાઓ થશે.

 

 

 

સામાન્ય રીતે આપણે પ્રાણીઓ અંગે વાત કરીએ ત્યારે આપણે જંગલો અને પહાડો અંગે વિચારીએ છીએ. જોકે આપણે આસપાસનાં પ્રાણીઓ અને કીડાઓનું મહત્ત્વ સમજતા નથી.

 

 

આપણને તેનાથી ઘણા લાભ થતો હોય છે, પણ આપણે તેના પર વધુ ધ્યાન આપતા નથી.

ગરોળી એક એવું સરિસૃપ પ્રાણી છે. તેનું નામ સાંભળતાં જ ઘણા લોકોને ચીતરી ચડવા લાગે છે. કેટલાક તેને અશુભ માને છે.

 

 

 

જોકે વાસ્તવમાં તેને સ્થાન નથી મળતું જેની તે હકદાર છે. તે પરિસ્થિતિજન્ય સંતુલનમાં પણ ભૂમિકા નિભાવે છે.

 

 

 

જો આપણા ઘરમાં અસલી ગરોળી ન હોય તો શું થાય? ગરોળીઓને આપણાં ઘરો સાથે શું લેવાદેવા છે?

 

 

 

પર્યાવરણવિદ્દ અને પશુનિષ્ણાત એ ષણુમુગનાથને આ વિષય પર બીબીસી સાથે વાત કરી. તેનું વિવરણ અહીં સવાલ-જવાબના રૂપમાં પ્રસ્તુત છે

 

ગરોળી મચ્છરો, માખીઓ, કીડા અને અન્ય કીડાને ખાય છે, જે મોટા ભાગે રાતે જોવા મળે છે.

 

આપણાં ઘરોમાં કેવા પ્રકારની ગરોળી જોવા મળે છે?

 

 

 

સામાન્ય રીતે આપણાં ઘરોમાં જોવા મળતી ગરોળીઓને ઘર, બાગ કે ઝાડની ગરોળીના નામથી ઓળખવામાં આવે છે. આ પણ ઘણા પ્રકારની હોય છે.

 

 

 

જોકે તેમાં વિભિન્ન પ્રકારોની શોધ કરવી જોઈએ, જેથી આપણે તે અંગે લોકોને જાગરૂક કરી શકીએ કે જાણી શકીએ.

 

 

 

હકીકતમાં ગરોળીઓ મામલે ઘણી માન્યતા અને મિથક છે.

 

 

 

જો આપણને તે જોવા મળે તો વિચારીએ છીએ આ સારું નથી, દુર્ભાગ્ય છે.

 

 

 

એવું પણ કહેવામાં આવે છે કે જો ગરોળી ખાવામાં આવી જાય છે, ખાવાનું ઝેરી થઈ જાય.

 

 

 

પરંતુ આ બધું મિથક છે.

 

 

 

માત્ર ગરોળી ખાવાથી ઝેર ચડતું નથી. હકીકતમાં ગરોળી એટલી પણ ઝેરી નથી હોતી કે તેનાથી માણસ મરી જાય. શોધથી આ પુરવાર થયું છે.

 

 

 

જોકે ગરોળીએ ખાધેલા ખોરાકથી ઊલટી અને માથામાં દુખાવો થઈ શકે છે. આ બધું એલર્જીને કારણે થતું હોય છે. આપણે આ લક્ષણોને દવાથી ઓછાં કરી શકીએ છીએ.

 

 

 

જોકે આ અંગે વધુ ગહન સંશોધનની જરૂર છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top