સાયલાની 20 હજારની વસ્તી માટે માત્ર 15% પાણી! | Only 15% water for Saila’s population of 20 thousand!

[ad_1]

સાયલા2 મિનિટ પહેલાલેખક: પરેશ રાવલ

  • કૉપી લિંક
  • 40 વર્ષમાં સાયલાની 10 હજારની વસ્તી બેવડાઈ છતાં પાણીની સંગ્રહક્ષમતા ન વધારાઈ
  • પાણીના​​​​​​​ એક માત્ર આધાર થોરિયાળી ડેમમાં માત્ર 125 મૅટ્રિક ઘનફૂટ જ પાણી

પરેશ રાવલ | સાયલા સાયલા તાલુકામાં આ ચોમાસા 22.76 ઈંચ વરસાદ વરસી ગયો છે. છતાં સાયલાના એક માત્ર આધાર એવાં થોરિયાળી ડેમમાં 792 મેટ્રિક ઘનફૂટ ક્ષમતા સામે માત્ર 125 મૅટ્રિક ઘનફૂટ એટલે કે માત્ર 15 ટકા પાણી છે. આજ 15 ટકામાંથી આખું વરસ કાઢવાનું છે. સાયલામાં અત્યારે પાણીની એટલી વિકટ સ્થિતિ છે કે અઠવાડિયં એક વાર પાણી અપાય છે. જેમની પાસે સગવડ હોય એ લોકો સંગ્રહ કરે બાકીનાને પાણી ખરીદવું પડે છે. 1962માં 20 ફૂટની ઊંડા, 852 સેક્ટરના વિસ્તાર ધરાવતા લીંબડી ભોગાવો-1ની 2 કાલથી 14 ગામોને સિંચાઈનું પાણી આપવાનું કાર્યરત કરાયું. તેમાંથી 1982માં સાયલાની તે સમયની 10,000 વસ્તીને પીવાનું પાણી મળે માટે 11 લાખની કૅપેસિટીની ટાંકી, સંપ બનાવી પાણી વિતરણ શરૂ કરાયું હતું. અત્યારે સાયલાની વસ્તી 20 હજારને પાર છે. વસતી બેવડાઈ પણ પાણીની ક્ષમતા માટે કોઈ આયોજન નથી. બોર આધારિત 2 યોજનામાં અંદાજે 15 કરોડથી વધુની રકમ વેડફી નખાઈ છતાં લોકોને પૂરતું પાણી નથી મળ્યું.

દૂર પાણીને અડધો કિમીની ખાળ કરી દરવાજા સુધી લાવવું પડે છે થોરીયાળી ડેમમાં પૂરતું પાણી નથી અને આથી મુખ્ય દરવાજાથી પાણી ઘણું દૂર છે. આ માટે પાણીની અડધો કિમીની ખાળ કરી ડેમનું પાણી દરવાજા સુધી લાવવું પડે છે. ત્યાંથી મોટર દ્વારા પાણી સાયલાના સમ્પમાં નખાય છે. આથી પાણી ખૂબ દૂષિત આવે છે.

નર્મદાનાં નીર માટે રૂ. 2 કરોડની લાઇન નાખી પાણી નથી આપતા પાણી પુરવઠા વિભાગ દ્વારા ફેઝ-2માં 224 ગામનો સુધી નર્મદાના નીર પહોંચ્યાં છે અને અંદાજિત રૂ. 2 કરોડના ખર્ચે વખતસર સિમ્પથી લોખંડની 5.50 કિમીની પાઇપલાઇન સાયલાના સમીપ સુધી નાખવામાં આવી છે. છતાં આ લાઇનની સાયલાના લોકોને નર્મદાનું પાણી આપવામાં નથી આવતું.

1987માં ડેમમાંથી માટી લઈ ઊંડો ઉતાર્યો હતો, આજે ઘણું બુરાણ થયું 1987માં થોરિયાળી ડેમમાંથી માટી લઈને ઊંડો ઉતારવામાં આવ્યો હતો. ત્યાર બાદ ડેમમાં ઘણું બુરાણ થયું છે. ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડાય તે પહેલાં સાયલાને પીવા માટે 120 એમસીએફટી પાણીનો જથ્થો અનામત રખાય છે પરંતુ બુરાણને કારણે પૂરતો અનામત જથ્થો ડેમમાં નથી હોતો.

ડેમમાં પાણીનો અનામત જથ્થો પાણીચોરી બેફામ થોરીયાળી ડેમમાંથી 14 જેટલાં ગામોના ખેડૂતોને પાણી આપવા માટે બે નાની કૅનાલ બનાવી છે પરંતુ ડેમ ભરાતો ન હોઈ કૅનાલમાં પાણી છોડવામાં આવતું નથી. આથી ખેડૂતો સાયલાને પીવાનું પાણી આપવા માટે અનામત રાખેલા પાણીમાંથી સિંચાઈ માટે પાણીની ચોરી કરે છે. આ ચોરી અટકાવવા માટે કોઈ જ પગલાં લેવામાં નથી આવતાં અને ઘણા સમયથી વર્ક આસિસ્ટન્ટ અને સ્ટાફના અભાવે માત્ર 2 રોજમદાર ડેમનો નિભાવ કરે છે. આ કારણે પાણીચોરી કરનારા બેરોકટોક પાણી લઈ લે છે. અને સાયાલને તરસ્યા રહેવાનો વારો આવે છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *