લેન્ડ રેકર્ડઝ વર્ગ-3ના 80થી વધુ કર્મચારીઓ હડતાળ પર ઉતર્યાં | More than 80 employees of Land Records Class-III went on strike

[ad_1]

આણંદએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • કર્મચારીઓઅે કલેક્ટરને આવેદન આપીને રજૂઆત કરી

ગુજરાત રાજ્ય લેન્ડ રેકર્ડઝ વર્ગ 3 કર્મચારી મહામંડળના નેજા હેઠળ આજથી રાજ્યભરમાં કર્મીઓ પોતાના પડતર માંગણી સંદર્ભે અને ખાસ કરીને ગ્રેડ-પેમાં સુધારો અને પગાર ધોરણમાં સુધારો કરવા જેવી બાબતે હડતાળનું શસ્ત્ર ઉગમ્યું છે.આણંદ જિલ્લામાંથી 40 થી વધુ અને ખેડા જિલ્લાના 40 જેટલા કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળમાં જોડાયા છે. જેના કારણે જમીન માપણી સહિતની કામગીરી પર અસર જોવા મળી છે.

આણંદ-નડિયાદના લેન્ડ રેકર્ડઝ વર્ગ-3ના કર્મીઓ રાજ્યવ્યાપી હડતાળમા જોડાયા છે. આજથી શરૂ થયેલી આ હડતાળને કારણે મહત્વની કામગીરી પર અસર પહોંચી છે. જેમાં જમીન માપણી, રીસર્વેની કામગીરી, સીટી સર્વેમાં નોંધ પાડવાની કામગીરી, પ્રોપર્ટી કાર્ડની કામગીરી, આઈ મોજણીમાં માપણી કેસની કામગીરી, સરકારના સામીત્વ પ્રોજેક્ટ યોજનાની કામગીરી સહિત અન્ય કામગીરી પર બ્રેક વાગી છે. જેના કારણે અરજદારોને કચેરીનો ધક્કો ખાવો પડ્યો છે. જિલ્લા જૂના સેવા સદન ખાતેની જમીન માપણીની કચેરીના 40 જેટલા કર્મચારીઅો દ્વારા જિલ્લા કલેકટર મનોજ દક્ષિણીને આવેદન આપીને પડતર પ્રશ્નોના ઉકેલ માટે રજૂઆત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *