ગુજરાતનો આ વિસ્તાર કહેવાય છે ‘રોડ ટુ હેવન’, કારણ જાણીને દરેક ગુજરાતી ગર્વની અનુભૂતિ કરશે

સફેદ રણ જોવા માટે તો પ્રવાસીઓ ઉમટી પડે છે. પણ શું તમે રોડ ટુ હેવન વિશે જાણો છો? આ એક એવો વિસ્તાર છે જેને જોવા માટે પણ હવે તો દેશ વિદેશથી લોકો ઉમટી પડે છે. ખાસ જાણો તેના વિશે…

ગુજરાતનો કચ્છ વિસ્તાર પોતાની સુંદરતા માટે વિશ્વ પટલ પર જાણીતો છે. અહીંના સફેદ રણ વિશે તો બધા જાણતા જ હશે. કચ્છ એક એવો પ્રદેશ છે જ્યાં તમને ભૌગોલિક રીતે ખુબ વિવિધતા જોવા મળશે.

સફેદ રણ જોવા માટે તો પ્રવાસીઓ ઉમટી પડે છે. પણ શું તમે રોડ ટુ હેવન વિશે જાણો છો? આ એક એવો વિસ્તાર છે જેને જોવા માટે પણ હવે તો દેશ વિદેશથી લોકો ઉમટી પડે છે. ખાસ જાણો તેના વિશે…

રોડ ટુ હેવન
રોડ ટુ હેવન એક એવો રસ્તો છે જે પોતાની ખાસિયતોને કારણ હવે પ્રવાસન સ્થળ બની ગયો છે. ઘડુલીથી સાતલપુર સુધી બની રહેલો નેશનલ હાઈવે લગભગ 278 કિમી છે જેમાં તમને 32 કિમી લાંબો વિસ્તાર એવો જોવા મળશે જે સફેદ રણ વચ્ચેથી પસાર થાય છે. આજુબાજુ સફેદ રણ અને વસ્ચેથી પસાર થતો રસ્તો.

તમને ત્યાંથી પસાર થતા જ એક અદભૂત ફિલિંગ આવી જાય. એટલે જ આ વિસ્તાર રોડ ટુ હેવન એટલે કે સ્વર્ગનો માર્ગ તરીકે ઓળખાય છે. ત્યાં તમને એક અલગ જ અનુભૂતિ થાય. અત્રે જણાવવાનું કે કચ્છના રણને યુનેસ્કોએ વૈશ્વિક ધરોહર સ્થળ સૂચિમાં સામેલ કરેલું છે.

એવું લાગે જાણે રણના બે ભાગ
હજુ નિર્માણધીન એવો આ રાષ્ટ્રીય રાજમાર્ગ કચ્ચના પર્યટન સર્કિટ અને આંતરિયાળ વિસ્તારોના વિકાસ માટે એક મહત્વપૂર્ણ માર્ગ સાબિત થશે. છેલ્લા લગભગ ચાર વર્ષથી ચાલી રહેલા કામને કારણે પર્યટકો પણ આ નિર્માણને લઈને અધીરા બનેલા છે. અત્રે જણાવવાનું કે ભૂજ તાલુકાના ખાવડા ગામથી પસાર થયા બાદ આ રસ્તો રણમાં થઈને પસાર થાય છે.

વિશાળ રણ વચ્ચેથી પસાર થઈ રહેલો આ સીધો રસ્તો તમને એવો આભાસ કરાવશે જાણે સફેદ રણના બે ભાગ પડી ગયા.

ચોમાસાનો વરસાદ અને કચ્છની ઉત્તરી સમુદ્રી સરહદથી આવતા પાણીને કારણે રણમાં પૂર પણ આવી જાય છે ત્યારે તે સમયે પાણીથી ભરેલા આ રણમાંથી પસાર થનારા મુસાફરો માટે આ રસ્તો રણ અને સમુદ્ર વચ્ચેનું અંતર મિટાવી દે છે. આ અહેસાસનો આનંદ લેવા માટે પર્યટકો દૂર દૂરથી કચ્છ આવે છે.

મળતી માહિતી મુજબ આ રસ્તાનું કામ 2019માં શરૂ થયું હતું. પરંતુ 4 વર્ષ બાદ પણ હજુ કામ ચાલુ છે. ધોળાવીરાના ગ્રામીણોનું માનવું છે કે આ રસ્તાનું કામ પૂરું થવામાં હજુ વધુ 2 વર્ષ લાગશે જ્યારે આ વર્ષની શરૂઆતમાં કચ્છમાં આયોજિત જી20 શિખર સંમેળન માટે રસ્તાનું ફક્ત એક લેનનું કામ પત્યું હતું.

આ રસ્તાનું કામ પૂરું થયા બાદ રોડ ટુ હેવન રસ્તો પર્યટકો માટે ખરેખર હેવન બની રહે તો નવાઈ નહીં.

જુઓ વિડીયો :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *