[ad_1]
સાબરકાંઠા (હિંમતનગર)2 કલાક પહેલા
નવલી નવરાતનો આજે સાતમો દિવસે છે, ત્યારે હિંમતનગર સહીત જિલ્લાભરમાં ઠેર ઠેર સોસાયટીઓ, મંદિર ચોક અને પાર્ટી પ્લોટમાં નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ઠેર-ઠેર શેરી ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. હિંમતનગરના મારુતિનગરમાં 32 વર્ષથી નવરાત્રીનું આયોજન મારુતિનગર વિકાસ મંડળ દ્વારા કરવામાં આવે છે. જ્યાં રાત્રે આરતી બાદ ડીજેના સાઉન્ડ પર ગરબા યોજાય છે. જેમાં આજે બાળકો, યુવક-યુવતીઓ, મહિલાઓ-પુરુષો અને વડીલો ગરબે ઘૂમી ઉઠ્યા હતા. જો કે અહિં આગળ નવ દિવસ દરમિયાન વેશભુષાનું પણ આયોજન કરવામાં આવે છે, તો નોમના દિવસે સ્થાપના કરેલી માંડવીનું ઉત્થાપન કર્યા બાદ ગરબો મહાકાલી માતાજીના મંદિરે વળાવવામાં આવે છે. ત્યારબાદ વિસ્તારના તમામ લોકો માટે નાસ્તાનું આયોજન કરવામાં આવે છે.
તમારા વિસ્તારની સોસાયટી કે શેરી ગરબાની નવરાત્રિ LIVE જોવા ડાઉનલોડ કરો
દિવ્યભાસ્કર એપ…
આજે સાતમા નોરતે ખેલૈયાઓ ઝૂમી ઉઠ્યા
અહિં આગળના ગરબામાં રોજ શહેરના અગ્રણીઓ, ધારાસભ્ય, પાલિકા પ્રમુખ સહીત સદસ્યોને મહેમાન તરીકે આમંત્રિત કરવામાં આવે છે. આ અંગે મારુતિનગર વિકાસ મંડળના પ્રમુખ પ્રવીણભાઈ પ્રજાપતિ અને કોર કમિટીના અધ્યક્ષ વિનુભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે નવરાત્રી મહોત્સવ પહેલા મીટીંગ યોજાય છે. જેમાં રૂ. 500 ફાળો ફરજીયાત છે. જો આરતીના યજમાન તરીકે રૂ. 1000 લેવામાં આવે છે તો દરરોજ માતાજીની આરતી માટે પાંચથી વધુ યજમાનો હોય છે, તો નોમના દિવસે સમૂહ આરતી યોજાય છે. ઉપરાંત વર્ષ દરમિયાન નવરાત્રી અને સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવે છે. આ આયોજનમાં મંડળના મંત્રી કલ્પેશભાઈ ચૌહાણ, કન્વીનર કનુભાઈ દેસાઈ,ઉપપ્રમુખ હર્ષદભાઈ કડિયા, નરેન્દ્રભાઈ સોલંકી, સહમંત્રી મયંક ચૌહાણ, મનોજભાઈ પટેલ, કોર કમિટીના ઉપાધ્યક્ષ શામળભાઈ પટેલ અને 31ના કારોબારી સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.