પુણામાં પંજાબના મંત્રીની અમન અરોરાની પદયાત્રા અને જનસભા યોજાઇ | Punjab Minister Aman Arora’s walk and public meeting was held in Pune

[ad_1]

સુરતએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • ‘60 વર્ષ બાદ પણ ગુજરાતીઓ અધિકારોથી વંચિત’

બુધવારે પુણામાં પદયાત્રા અને જનસભા કરવા સુરત આવેલા પંજાબના મંત્રી અમન અરોરાએ ગુજરાતનું ડેવલપમેન્ટ મોડેલ જુઠા સ્વપ્નોના નામે દેશમાં વેચાઇ રહ્યો હોવાનો આરોપ કર્યો હતો. જોકે પંજાબની જેલથી ડ્રગ્સનો વેપાર થઇ રહ્યો હોવાના ગુજરાતના ગૃહમંત્રીનાં નિવેદન પર પ્રશ્ન પુછાતાં તે અકળાઇ ઉઠયા હતાં.

પંજાબ સરકારના મંત્રી અમન અરોરાએ પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે કહ્યું કે, ઇલેક્શન પહેલાં જે રીતે પંજાબના લોકો નારાજ જોવા મળતાં હતાં તે દ્રશ્યો હવે ગુજરાતમાં જોવા મળી રહ્યાં છે. 60 વર્ષ બાદ પણ ગુજરાતના લોકો અધિકારોથી વંચિત છે. ગુજરાતમાં આપની સરકાર બનવાનો દાવો કર્યો હતો.

વિવિધ સમાજના કેસો પાછા ખેંચી લેવાશે
આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયાએ જણાવ્યું કે, આપ સરકાર બન્યા બાદ વિવિધ સમાજના આંદોલનને દબાવવા કરાયેલા કેસો પાછા ખેંચાશે. આપ નેતાઓને ખોટી રીતે પોલીસ કેસમાં ફસાવવામાં આવી રહ્યાંના આરોપ સાથે આમ આદમી પાર્ટીએ વિરોધ નોંધાવવા તા. 13મી ઓક્ટોબર સવારે 10 વાગ્યે વરાછાના બરોડા પ્રિસ્ટેજથી તિરંગા યાત્રા કાઢવાનું આયોજન કર્યું છે. તીરંગા યાત્રા મીની બજાર પહોંચશે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top