Aadhar Card Photo Change: આધાર કાર્ડમાં ફોટો બદલવા માટે જાણો સંપુણ પ્રોસેસ

Aadhar Card Photo Change: આજના સમયમાં આધાર કાર્ડ આધાર કાર્ડ એ આપણા માટે ખૂબ જ અગત્યનુ ડોક્યુમેન્ટ બની ગયું છે. લગભગ તમામ સરકારી કે અન્ય કામકાજ હોય આધાર કાર્ડ ની જરુર પડતી હોઈ છે. એવામાં આધાર કાર્ડમાં ઘણા માણસોને ફોટો પણ બદલવો હોઈ છે. પણ ખબર હોતી નથી કે કેવી રીતે આધાર કાર્ડમાં ફોટો બદલવો. આ લેખ માં આપણે Aadhar Card Photo Change ની માહિતી મેળવીશું.

Table of Contents

Aadhar Card Photo Change

આધાર કાર્ડ જરૂરિયાત ક્યાં ક્યાં હોય છે.

આધાર કાર્ડમાં ફોટો બદલવા માટે પ્રોસેસ

રીત 1 : નજીકના કેન્દ્ર પર જઈને આધાર કાર્ડમાં ફોટો બદલવો

રીત 2 : UIDAI વેબસાઇટ અથવા UIDAI એપ્લિકેશન દ્વારા ફોટો બદલવાની રીત

કેવી રીતે ચેક કરવું આધાર કાર્ડમાં ફોટો બદલાયો છે.?

Aadhar Card Photo Change

જો તમે તમારા આધાર કાર્ડમાં તમારો ફોટો બદલવા માંગો છો તો તમે સરળતાથી ફોટો બદલી શકો છો. આધારકાર્ડ પરનો ફોટો ખૂબ જ સરળતાથી બદલી શકાય છે. જો તમને લાગે છે કે તમારા આધાર કાર્ડમાં રહેલો તમારો ફોટો સારો નથી અને તમે તેને બદલવા માંગો છો તો તમે તેને ખુબ સરળ રીતે બદલાવી શકો છો.

 

આધાર કાર્ડ જરૂરિયાત ક્યાં ક્યાં હોય છે.

આધાર કાર્ડ હવે ખાસ કરીને ભારતમાં હર કોઈને જરૂરી છે. જેમાં બેંક એકાઉન્ટ ખોલવા, સીમ કાર્ડ ખરીદવા, શાળામાં બાળકોને એડમિશન મળવું, પેન્શન યોજના પર નાણાંકણી કરવી વગેરે કામો માટે જરૂરી છે. આધાર કાર્ડમાં તમારું નામ, સરનામું, જન્મ તારીખ સહિતનો બાયોમેટ્રિક ડેટા સ્ટોર થયેલો હોય છે. આ એક માત્ર ડોક્યુમેન્ટ દ્વારા તમામ માહિતી મેળવી શકાય છે. હવે આધાર કાર્ડને બેંક એકાઉન્ટ, સિમ કાર્ડ અને પાન કાર્ડ સાથે લિંક કરવું ફરજીયાત થઈ ગયું છે.

આધાર કાર્ડમાં ફોટો બદલવા માટે પ્રોસેસ

આધાર કાર્ડમાં ફોટોને બદલવા માટે પ્રોસેસ ખૂબ સરળ છે. આપ આધાર કેન્દ્રમાં જાઓ અથવા UIDAI પોર્ટલ પર જઈને આધાર કાર્ડ ફોટોને બદલી શકો છો. આધાર કાર્ડમાં ફોટો કેવી રીતે બદલવો તેની સંપુણ પ્રોસેસ નીચે મુજબ આપેલી છે.

 

રીત 1 : નજીકના કેન્દ્ર પર જઈને આધાર કાર્ડમાં ફોટો બદલવો

સૌથી પહેલાં તમે UIDAIની સત્તાવાર વેબસાઈટને ખોલો

Get Aadhaarમાં આધાર નામાંકન/ અપડેટ ફોર્મને ડાઉનલોડ કરો.

હવે ફોર્મને સારી રીતે ભર્યા બાદ આધાર નામાંકન કેન્દ્રમાં જઈને જમા કરી દો.

કેન્દ્ર પર તમને બાયોમેટ્રિક ડેટાને ફરીથી કેપ્ચર કરવાના રહેશે.

આ પ્રોસેસમાં ફોટો, ફિંગરપ્રિંટ, રેટિના સ્કેન સામેલ છે.

આવુ કરવાથી આધાર ડિટેલ્સ અપડેટ થઈ જશે

અપડેટેડ પિક્ચરની સાથે નવું આધાર કાર્ડ લગભગ 90 દિવસોની અંદર મળશે.

રીત 2 : UIDAI વેબસાઇટ અથવા UIDAI એપ્લિકેશન દ્વારા ફોટો બદલવાની રીત

UIDAI વેબસાઇટ પર જાઓ અથવા UIDAI એપ્લિકેશન ડાઉનલોડ કરો.

“ફોટો અપડેટ / સ્વીકૃતિ” વિકલ્પ પસંદ કરો.

આધાર નંબર અને કોઈ પણ અન્ય વિગતો દાખલ કરો.

ફોટો અપલોડ કરો જેથી તમારી ફોટો નવી ફોટો સાથે બદલાઈ જશે.

સંમતિ પસંદ કરો અને સબમિટ બટન દબાવો.

ફોટોની સ્વીકૃતિ મળશે ત્યાર પછી તમારા આધાર કાર્ડમાં ફોટો અપડેટ થશે.

કેવી રીતે ચેક કરવું આધાર કાર્ડમાં ફોટો બદલાયો છે.?

આધાર કેન્દ્રમાં ફોટો અપડેટ પ્રોસેસ કર્યા બાદ જ્યારે અપડેશન થઇ જાય ત્યારે તમારા મોબાઇલ નંબર પર મેસેજ પણ UIDAI તરફથી મોકલવામા આવે છે. સાથે તમને જે તમને URN સાથે એક સ્લિપ આપવામાં આવી હોય તેના પરથી પણ ઓનલાઇન ચેક કરી શકો છો. જ્યારે તમારો ફોટો અપડેટ તહઇ જાય ત્યારે તમે UIDAI સતાવાર વેબસાઈટ પર જઈને નવા ફોટો સાથે આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકાય છે.

 

આધાર કાર્ડ UIDAI ઓફીસીયલ વેબસાઇટ અહીં ક્લિક કરો

લેખન સંપાદન : MahitiGujarat.net ટીમ ગુજરાતનું પ્રાઇવેટ એજ્યુકેશન અને ન્યૂઝ ઇન્ફોર્મેશન પોર્ટલ છે. આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી આપતુ નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમોથી એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *