[ad_1]
સુરત26 મિનિટ પહેલા
- કૉપી લિંક
- 13મીએ રાજસ્થાન-હરિયાણા સમાજનો સ્નેહ મિલન કાર્યક્રમ
વિધાનસભા ચૂંટણીના પડઘમ વચ્ચે સુરતની 12 બેઠકો પર ટિકીટ મેળવવા વિવિધ સમાજે માંગ કરી છે. જોકે તે પહેલાં સુરતમાં દૂધમાં સાકરની જેમ ભળી ગયેલા પ્રવાસી સમાજો હવે પોતાના સંખ્યાબળનો સત્તા પાર્ટીઓને અહેસાસ કરાવી શકે છે. શહેરમાં મોટી જનમેદની ધરાવતા રાજસ્થાની અને હરિયાણવી સમાજ ચૂંટણી પહેલાં એક મંચ પર આવીને ગોડાદરાના મરૂધર ગ્રાઉન્ડમાં વિશાળ સ્નેહ મિલન કરવાના આયોજનમાં જોતરાઇ ગયું છે.
13 ઓક્ટોબરે યોજનારા રાજસ્થાન-હરિયાણવી સમાજના સ્નેહ મિલનમાં ઉપરાષ્ટ્રપતિ જગદીશ ધનખડ અને લોકસભા સ્પીકર ઓમ બિરલાની સાથે રાજસ્થાન ભાજપના દિગ્ગજ નેતા તથા મંત્રીઓ પણ ઉપસ્થિત રહેશે. રાજસ્થાન ભાજપના પ્રદેશ અધ્યક્ષ સતીષ પૂનિયા, કેન્દ્રિય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત, કૈલાશ ચૌધરી પણ આવી શકે છે.
20 હજારથી વધુ લોકો એકત્રિત થવાની ગણતરી
સ્નેહ મિલન કાર્યક્રમમાં રાજસ્થાન-ગુજરાતના મોટા નેતાઓ તેમજ હોદ્દેદારોની ઉપસ્થિતિ વચ્ચે વિશાળ જનમેદની ભેગી કરવાનો ટાર્ગેટ સમાજના યુવાઓને સમાવી બનાવેલી વિવિધ કમિટીઓને સોંપાયો છે. એક અંદાજ મુજબ 20 હજાર લોકો સ્નેહ મિલનનો ભાગ બની શકે છે.
મજૂરા, લિંબાયત બેઠક પર રાજસ્થાની મત નિર્ણાયક
ગુજરાતમાં રાજસ્થાની સમાજનું વિશાળ વોટબેંક રહ્યું છે. સુરતમાં આશરે 4 લાખથી વધુ રાજસ્થાની મત છે. જ્યારે હરિયાણા વોટરની સંખ્યા 35 હજારની નજીક છે. આ મતદારો મજુરા, લિંબાયત અને ચોર્યાસી બેઠક પર મોટી સંખ્યામાં છે.