[ad_1]
નડિયાદ32 મિનિટ પહેલા
- કૉપી લિંક
- દિવ્યાંગ બાળકોના શિક્ષકો પણ હવે આંદોલનના માર્ગે
- 1024 શિક્ષકોને કાયમી કરવાની માંગ સાથે કલેક્ટરને આવેદન
વિધાનસભાની ચૂંટણી નજીક આવતા વિવિધ સંઘો દ્વારા પોતાની પડતર માંગણીઓને લઈ આંદોલન કરવામાં આવ્યા. ના છુટકે સરકાર દ્વારા એક વિશેષ સમિતિની રચના કરવાની ફરજ પડી છે. ત્યારે હવે દિવ્યાંગ બાળકોને શિક્ષણ આપતા વિશિષ્ટ શિક્ષકોના સંઘ દ્વારા રાજ્યના 1024 શિક્ષકોને કાયમી કરવાની માંગ ઉચ્ચારી છે.
ખેડા જિલ્લા કલેક્ટરને આવેદન આપતા જિલ્લાના વિશિષ્ટ શિક્ષકોએ જણાવ્યું હતું કે કેન્દ્રમાં મોદી સરકાર આવ્યા બાદ અપંગ, બેરામૂંગા અને ખોડ-ખાપણ વાળા લોકોને દિવ્યાંગ તરીકેનો વિશેષ દરજ્જો મળ્યો છે. પંરતુ રાજ્યમાં છેલ્લા 7 વર્ષથી 3 મુખ્યમંત્રી અને 2 શિક્ષણ મંત્રીને રજૂઆતો કરવા છતા વિશિષ્ટ શિક્ષકોને શાળામાં કાયમી શિક્ષકોના લાભ મળી રહ્યા નથી.
દિવ્યાંગ બાળકો સાથે આ શિક્ષકોનો વિશેષ લગાવ હોય છે. ત્યારે રાજ્યના અંદાજે 80 હજાર દિવ્યાંગ વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે સરકાર સત્વરે યોગ્ય નિર્ણય કરે તે જરૂરી છે. જો શિક્ષકોની માંગ પર પૂરતુ ધ્યાન આપવામાં નહી આવે તો આગામી દિવસોમાં વિશિષ્ટ શિક્ષક સંઘ દ્વારા પણ ગાંધી ચિંધ્યાં માર્ગે આદોલન કરવાની ચિમકી ઉચ્ચારી છે.