ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શનમાં ડાંગ, વલસાડ અને નવસારીના આશ્રમશાળાના 400 કર્મચારીઓ જોડાશે | 400 Ashramsala employees of Dang, Valsad and Navsari will join the protest in Gandhinagar.

[ad_1]

ડાંગ (આહવા)42 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ગુજરાત રાજ્ય આશ્રમશાળા કર્મચારી સંઘ દ્વારા પડતર પ્રશ્નો અંગે ગાંધીનગર ખાતે ગાંધી જયંતીથી અનિશ્ચિતકાળ સુધી ધરણાં યોજવામાં આવશે. કર્મચારીઓ દ્વારા વિવિધ પ્રશ્નોને લઈને 15મી સપ્ટેમ્બરથી આંદોલનો કરી તમામ જિલ્લા કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
પડતર પ્રશ્નોને લઈ ધરણાં
ગુજરાત રાજ્ય આશ્રમશાળા કર્મચારી સંઘ દ્વારા પડતર પ્રશ્નો અંગે ગાંધીનગર ખાતે આજે 2જી ઓક્ટોબરના રોજથી અનિશ્ચિતકાળના ધરણાં કાર્યક્રમમાં ડાંગ, વલસાડ અને નવસારી જિલ્લાના 350 શિક્ષકો અને કર્મચારીઓ જોડાશે. સાથે 50 નિવૃત કર્મચારીઓ પણ જોડાશે.

15મી સપ્ટે.થી આંદોલનો ચાલી રહ્યાં છે
​​​​​​​સૂત્રોના જાણવા મુજબ રાજ્ય આશ્રમશાળા સંઘના કર્મચારીઓ પડતર પ્રશ્નોને લઈને 15મી સપ્ટેમ્બરથી આંદોલનો કરી રહ્યાં છે. જેમાં પ્રથમ 15મી સપ્ટેમ્બરથી દરેક જિલ્લામાં કલેકટર કચેરી ખાતે રેલી અંગે આવેદનપત્ર અપાયું હતું.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top