8th Pay Commission: સરકારી કર્મચારીઓના પગારમાં થશે 30% સુધીનો ઉછાળો!

8th Pay Commission: ભારતના લાખો સરકારી કર્મચારીઓ માટે એક મોટી ખુશખબરી સામે આવી છે. કેન્દ્ર સરકારને 8મા પગાર પંચની રચનાનો પ્રસ્તાવ મળ્યો છે, જેનાથી કર્મચારીઓના પગાર, ભથ્થાં અને પેન્શનમાં વધારો થવાની આશા છે.

સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી | 8th Pay Commission.

આ પ્રસ્તાવમાં કર્મચારીઓના મૂળ પગારમાં નોંધપાત્ર વધારાનો સૂચન કરવામાં આવ્યો છે. સાથે જ મોંઘવારી ભથ્થું (DA) અને અન્ય ભથ્થાઓમાં પણ સુધારાની ભલામણ કરવામાં આવી છે, જેથી કર્મચારીઓની ખરીદ શક્તિ જળવાઈ રહે. પેન્શનધારકો માટે પણ પેન્શનની રકમમાં વધારાનો પ્રસ્તાવ સામેલ છે. ઉપરાંત, આ પ્રસ્તાવમાં કર્મચારીઓના પ્રમોશન અને કારકિર્દીની પ્રગતિ માટે નવા માર્ગદર્શિકા સામેલ હોઈ શકે છે.

બજેટમાં થશે જાહેરાત:

સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકાર આ પ્રસ્તાવ પર ગંભીરતાથી વિચાર કરી રહી છે અને આગામી બજેટમાં 8મા પગાર પંચની રચનાની જાહેરાત કરી શકે છે. જો આવું થાય, તો તે કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટી ભેટ સાબિત થશે.

Read Also:- 4% મોંઘવારી ભથ્થામાં વધારા બાદ તમારો પગાર કેટલો થશે જોવો માત્ર બેઝિક નાખી ને 

8મા પગાર પંચથી શું અપેક્ષા?

વિશેષજ્ઞો માને છે કે 8મા પગાર પંચની ભલામણોથી કર્મચારીઓના પગારમાં 20-30%નો વધારો થઈ શકે છે. ન્યૂનતમ પગાર મર્યાદા ₹26,000 કરવાનો પ્રસ્તાવ છે. ફિટમેન્ટ ફેક્ટરને 2.57 ગણાથી વધારીને 3 ગણો કરવાની માંગ કરવામાં આવી રહી છે. ઉપરાંત, કર્મચારીઓને વધુ સારી સ્વાસ્થ્ય વીમા, મુસાફરી સુવિધાઓ અને આવાસ લાભ મળવાની પણ આશા છે.

કર્મચારીઓમાં ઉત્સાહનો માહોલ:

8મા પગાર પંચના પ્રસ્તાવથી સરકારી કર્મચારીઓમાં ખૂબ ઉત્સાહ છે. પગાર વધારાથી તેમની આર્થિક સ્થિતિ સુધરશે અને તેઓ તેમના પરિવારનું વધુ સારી રીતે ભરણપોષણ કરી શકશે.

Read Also:- આ મહિને ઇજાફો છૂટતા તમારો પગાર કેટલો થશે જોવો ઓનલાઇન કેલ્ક્યુલેટર દ્વારા

ક્યારે ક્યારે કેટલો થયો પગાર વધારો

– 4થા પગાર પંચમાં કેન્દ્રીય કર્મચારીઓનો  27.6% પગાર વધારો થયો. જેમાં તેમનો લઘુત્તમ પગાર  750 રૂપિયા નક્કી હતું.
– 5માં પગાર પંચમાં કર્મચારીઓને મોટી ભેટ મળી અને તેમના પગારમાં 31 ટકાનો વધારો થયો. તેમનું લઘુત્તમ વેતન વધીને સીધુ 2550 રૂપિયા પ્રતિ માસ થયું.
– 6ઠ્ઠા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર લાગૂ કરવામાં આવ્યું. તે વખતે તેને 1.86 ગણું રાખવામાં આવ્યું હતું. તેનાથી કર્મચારીઓને પગારમાં સૌથી મોટો હાઈક મળ્યો અને તેમના લઘુત્તમ પગારમાં 54 ટકાનો વધારો થસો. તેનાથી બેઝિક પગાર વધીને 7000 રૂપિયા થઈ ગયો.
– વર્ષ 2014માં 7મું પગાર પંચ બન્યું અને તેને વર્ષ 2016માં લાગૂ કરવામાં આવ્યું. તેમાં પણ ફિટમેન્ટ ફેક્ટરને આધાર માનવામાં આવતા 2.57 ગણો વધારો કરાયો. પરંતુ પગાર વધારો જે થયો તે 14.29 ટકા જ થયો. જો કે બેઝિક સેલરી વધીને 18000 રૂપિયા થઈ. કર્મચારીઓએ તેનો વિરોધ જતાવતા ફિટમેન્ટ વધારવા પર ભાર મૂક્યો. પરંતુ હાલ તે 2.57 ગણા પર સ્થિર છે.

Read Also:- સરકારી કર્મચારીઓને મળી શકે જૂની પેન્શન યોજના સંપૂર્ણ ન્યુઝ પેપર જોવા માટે અહીં ક્લિક કરો 

શું આઠમું પગાર પંચ આવશે?

સૌથી મોટો સવાલ એ છે કે 8મું પગાર પંચ આવશે કે નહીં? જેને લઈને બે અલગ અલગ ચર્ચાઓ છે. સરકારી સૂત્રોનું માનીએ તો સરકાર હવે આગામી પે કમિશન પર વિચાર કરશે નહીં. પરંતુ એક્સપર્ટ્સનું માનવું છે કે આમ કરવું શક્ય નથી. એક સિસ્ટમ બનેલી છે. તે સિસ્ટમને અચાનક ખતમ કરી શકાય નહીં. બીજું મોટું કારણ એ છે કે 8માં પગાર પંચને આવવામાં હજુ સમય છે. આગામી પગાર પંચની ટાઈમલાઈન 1 જાન્યુઆરી 2026થી લાગૂ થઈ શકે છે. આવામાં હજુ ઘણો સમય છે.

પે મેટ્રિક્સ પર કેટલો પગાર વધશે?

પે લેવલ મેટ્રિક્સ 1થી કેન્દ્રીય કર્મચારીઓનો લઘુત્તમ પગાર 26,000 રૂપિયાથી શરૂ થઈ શકે છે. આ કડીમાં પે મેટ્રિક્સ લેવલ-18  સુધી પગારમાં વધારો થશે. પગાર પંચનો ટ્રેન્ડ જોઈએ તો દર 8-10 વર્ષ વચ્ચે તેને લાગૂ કરવામાં આવે છે. આ વખતે પણ તે 1 જાન્યુઆરી 2026થી લાગૂ થાય તેવો દાવો થઈ રહ્યો છે.

આગળ શું?

હવે બધાની નજર આગામી બજેટ પર છે. જો સરકાર 8th Pay Commissionની રચનાની જાહેરાત કરે છે, તો તે કેન્દ્રીય કર્મચારીઓ માટે એક ઐતિહાસિક પગલું હશે.

Read Also:- 4% મોંઘવારી વધતા ત્રણ હપ્તાનું તમને કેટલું એરિયર્સ મળશે જોવો એક જ ફાઈલમાં

અસ્વીકરણ: આ લેખ ઉપલબ્ધ માહિતીના આધારે લખવામાં આવ્યો છે. સત્તાવાર જાહેરાત પછી જ 8મા પગાર પંચના ગઠન અને તેના પ્રભાવ વિશે ચોક્કસ માહિતી મળી શકશે.

Read More: ગુજરાત બોર્ડે દ્વારા શૈક્ષણિક વર્ષ 2024 કેલેન્ડર જાહેર

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top