વિરપુર નજીકના 30 ગામોને સિંચાઈનું પાણી ન મળતાં ઉગ્ર આંદોલનની ચિમકી | 30 villages near Virpur did not get irrigation water, sparking fierce agitation

[ad_1]

વિરપુરએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • 15 વર્ષથી સિંચાઈ વિભાગમાં રજૂઆત કરવા છતાં ઉકેલ ન આવતાં મતદાનનો બહિષ્કાર

વીરપુર તાલુકાના નાની સિંચાઈના તળાવો ધોરી ઘાટડા, ડેભારી, ખાટા, કોયડમ, ભવાનીના મુવાડા, વઘાસ, ભાટપુર તથા ગ્રામ્ય તળાવ તેમજ ચેક ડેમો દ્વારા સીધી તેમજ આડકતરી રીતે 5000 હેક્ટર જમીનને સિંચાઈનો લાભ તેમજ 30 ગામોના પીવાના પાણીનો ઉકેલ આવી શકે તેમ છે અને તેના માટે છેલ્લા 15 વર્ષથી સરકાર તેમજ વિવિધ કક્ષાએ લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવામાં આવી હતી. આ વિસ્તાર માટે તાલુકાની મધ્યમાંથી પસાર થતી સુજલામ્ સુફલામ્ કેનાલ મોથી નીકળતી સૂચિત લુપ કેનાલની વર્ષ 2004માં સૈદ્ધાંતિક મંજૂરી આપી હોવા છતા કોઇ કારણસર કામગીરી હાથ ઉપર ન ધરી અને આ વિભાગને લાભથી વંચિત રાખી હળાહળ અન્યાય કરવામાં આવ્યો હતો.

ચાલુ વર્ષે દરમિયાન કપડવંજ, કઠલાલ, ગળતેશ્વર અને બાલાસિનોર તાલુકાના 120 ગામોના તળાવો, ચેકડેમો અને નાની સિંચાઈના તળાવો મહીસાગર નદીમાંથી ઉદવહનથી ભરવા કામગીરી કરવા માટે 852 કરોડની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી. જેમાં વીરપુર તાલુકાને વિકલ્પોમાંથી બાકાત રાખી અને ફરીથી ઓરમાયું વર્તન રાખવામાં આવ્યું હતું. જો ત્રણ દિનમાં અધિકૃત રીતે લેખિત બાંહેધરી ન મળે તો 30 ગામના લોકો મહીસાગર કલેક્ટરને આવેદનપત્ર આપી ઉગ્ર આંદોલનનો રસ્તો અખત્યાર કરી ભવિષ્યમાં કોઈપણ મતદાનનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

અન્ય સમાચારો પણ છે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *