[ad_1]
ગાંધીનગર29 મિનિટ પહેલા
- કૉપી લિંક
{ ગાંધીનગરના રૂપાલ ગામે આવેલ વરદાયિની માતાજીનું મંદિર
- બીજા નોરતે સ્વર્ણજડિત ગર્ભગૃહ દ્વાર ખુલ્લા મૂકવામાં આવ્યા હતા
- રૂપાલ મંદિરે રવિવારે ડાયરો, પુન: પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે ઉછામણી
ગાંધીનગર તાલુકાના રૂપાલ ગામે આવેલા વરદાયિની માતાજી મંદિરનો ચાલી રહેલો જીર્ણોદ્ધાર પૂર્ણતાના આરે છે. વરદાયિની માતાજી મંદિરનો જીર્ણોદ્ધાર પૂર્ણ થયા બાદ 22થી 26 જાન્યુઆરી 2023 સુધી વરદાયિની માતા મંદિરનો પુન: પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તથા સહસ્ત્રચંડી મહાયજ્ઞ યોજાશે. ત્યારે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને અનુરૂપ વિવિધ ઉછામણી કરવામાં આવશે.
જે માટે 16 ઓક્ટોબરના રોજ રવિવારે રાત્રે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજભા ગઢવી તેમના કલાક મંડળ સાથે ડાયરો જમાવશે. ત્યારે વરદાયિની માતા દેવસ્થાન સંસ્થાનના ટ્રસ્ટી નીતીનભાઈ પટેલ દ્વારા નાગરિકોને પ્રસંગનો લાભ લેવા જાહેર નિમંત્રણ આપ્યું છે. ઉલ્લેખનિય છે કે ગાંધીનગરના સાંસદ અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે બીજા નોરતે રૂપાલ મંદિર ખાતે સ્વર્ણ જડીત ગર્ભગૃહ દ્વાર ખુલ્લા મુક્યા હતા.