- મિત્રો હાલના સમયમાં જો વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયા પર રોજબરોજના અનેક એવા વિડીયો વાયરલ થતા જ રહે છે જેને જોયા બાદ કોઈ પણ વ્યક્તિનું હાસ્ય છૂટી જતું હોય છે. આવા વિડીયોની સોશિયલ મીડિયા પર ભરમાર છે આથી જ લોકો સોશિયલ મીડિયાનો હાલ વધુ વપરાશ કરતા થઇ ચુક્યા છે. એક આવો જ ફની વિડીયો હાલ સામે આવ્યો છે જે ખુબ ફની છે.
- આમ તો તમે જોયું હશે કે ક્યારેક નશામાં લોકો આવીને એવું એવું કામ કરી નાખતા હોય છે કે તે જોયા બાદ આપણું પણ હાસ્ય છૂટી જતું હોય છે, આ વીડિયોમાં પણ એવું જ કાંઈક થઇ રહ્યું છે જેમાં એક નશામાં ધૂત યુવક મગર ભરેલા પાણીમાં ઉતરે છે અને જ્યા મગર બેઠેલી હોય છે ત્યાં સુધી ચાલીને જાય છે, ખરેખર આ વિડીયો ખુબ ફની છે.
- વાયરલ થઇ રહેલા આ વિડીયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ પાણીમાં ઉતરે છે અને બિંદાસ રીતે એટલો ચાલી ચાલીને જાય છે કે જાણે પાણીમાં કાંઈ હોય જ નહીં, પરંતુ વિડીયો જોતા તો લાગી રહ્યું છે કે આ તળાવ કે નદીના પાણીની અંદર મગરો છુપાયેલા છે તેમ છતાં આ વ્યક્તિ પાણીમાંથી પસાર થઇને ત્યાં મગર સુધી જાય છે. અને મુખ્ય વાત તો એ છે કે જેવો આ યુવક મગરની નજીકમાં જાય છે ત્યાં મગર પણ પાણીમાં ઉતરી જાય છે.
- જુઓ વિડિઓ